Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી : શિવસેનાએ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, આ કરી ઘોષણા

મહારાષ્ટ્રની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો  આવાનારી ચૂંટણીને લઇને સખત મહેનત કરી રહ્યા છે. જનતાને ખુશ કરવા માટે પાર્ટીઓ તેમને ઘણા વાયદાઓ કરી રહી છે. આ કડીમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ શનિવારે પોતાના ચૂંટણી ઘોષણા પત્રની જાહેરાત કરી દીધી છે. શિવસેનાએ આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ પોતાનો Manifesto જાહેર કર્યો. Manifesto નાં કવરમાં બાલા સાહેબ ઠાકરે, ઉદ્ધવ […]

Top Stories India
085b2ee0 ecc4 11e9 a1fd 918c38724d55 મહારાષ્ટ્ર ચૂંટણી : શિવસેનાએ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, આ કરી ઘોષણા

મહારાષ્ટ્રની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો  આવાનારી ચૂંટણીને લઇને સખત મહેનત કરી રહ્યા છે. જનતાને ખુશ કરવા માટે પાર્ટીઓ તેમને ઘણા વાયદાઓ કરી રહી છે. આ કડીમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ શનિવારે પોતાના ચૂંટણી ઘોષણા પત્રની જાહેરાત કરી દીધી છે.

Image result for shiv sena releases manifesto

શિવસેનાએ આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ પોતાનો Manifesto જાહેર કર્યો. Manifesto નાં કવરમાં બાલા સાહેબ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેનો ફોટો છે. આપને જણાવી દઇએ કે, આદિત્ય ઠાકરે વરલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પક્ષનાં Manifesto માં આર્થિક રીતે પછાત લોકોનાં શિક્ષણ માટે કોલેજ, દરેક જિલ્લામાં મહિલા બચાવ ગૃહ, કાર્યકારી મહિલાઓ માટે સરકારી છાત્રાલયો, રોજગાર અને આરોગ્ય સમસ્યાઓનું વચન આપવામાં આવ્યું છે. આ દરમિયાન યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટી નેતા પ્રિયંકા ચતુર્વેદી હાજર રહ્યા હતા.

Image result for shiv sena releases manifesto

આદિત્ય ઠાકરેએ Manifesto માં. જાહેર કરતાં કહ્યું હતું કે અમારો Manifesto પણ જુદા જુદા પ્રદેશો માટેનો હતો, પરંતુ હાલનો Manifesto સમગ્ર રાજ્ય માટે છે. તેમણે કહ્યું કે પાર્ટીએ મુંબઇ અને થાને માટે પણ Manifesto તૈયાર કર્યો છે. આ દરમિયાન શિવસેનાની પ્રતિક્રિયા આવી કે અમે હજી પણ આરેનો જંગલ વિસ્તાર બચાવવા માટે અડગ છીએ.

Image result for shiv sena releases manifesto

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, અમારું વચન પત્ર ઘણા સંશોધન બાદ તૈયાર કરાયું છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં, વીજળીનાં બિલ ઘટાડવાની યોજના પર કેટલો ખર્ચ થશે, 10 રૂપિયામાં ખોરાક આપવામાં આવશે, તેનો પણ ઘોષણા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરીબ વ્યક્તિ 1 રૂપિયામાં બધી પ્રકારની દવાઓ મેળવી શકશે.

Image result for shiv sena releases manifesto

દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, દાયકાઓ પહેલા અમારી પાસે ભૂમિ પુત્રનો મુદ્દો હતો. હવે કોંગ્રેસ અને એનસીપી નકામું થઈ ગયુ છે, તેથી તેઓ ભૂમિ પુત્રનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. શિવસેના પ્રમુખે કહ્યું કે, જો દેવા માફી નહીં થાય તો હું ખેડૂતોને દેવાથી મુક્તિ આપવાનું વચન આપું છું. અહી નવાઇની વાત એ રહી કે ઠાકરેએ રામ મંદિરનાં મુદ્દે બોલવાની ના પાડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.