Corona Update/ અમેરિકામાં કોરોનામાં રેકોર્ડ બ્રેક 4,106 લોકોના મોત,1.85 લાખ નવા કેસ

સમગ્ર વિશ્વમાં કોરોનાનું કાળ ચક્ર ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસનો આંકડો 9.80 કરોડ પર પહોંચ્યો છે. આ ઉપરાંત અમેરિકામાં તેમજ બ્રિટનમાં

Top Stories World
1

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ
USમાં 24 કલાકમાં નવા 1.85 લાખ કેસ,
USમાં 24 કલાકમાં સૌથી વધુ 4106 લોકોનાં મોત,
UKમાં કોરોનાનાં નવા 37 હજાર કેસ,
વિશ્વમાં કુલ કેસનો આંક 9.80 કરોડ પર

Blast / કર્ણાટકના શિવમોગામાં વિસ્ફોટક લઈ જતા ટ્રકમાં બ્લાસ્ટ, 8 નાં મોત

સમગ્ર વિશ્વમાં કોરોનાનું કાળ ચક્ર ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસનો આંકડો 9.80 કરોડ પર પહોંચ્યો છે. આ ઉપરાંત અમેરિકામાં તેમજ બ્રિટનમાં પણ કોરોનાના નવા કેસો નિયંત્રિત થઈ રહ્યા નથી.યુરોપના દેશોમાં યુકે અને યુએસમાં દિન-પ્રતિદિન કોરોના વકરતો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકાર ટૂંકી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં મોતના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસથી અમેરિકામાં મોતનો આંકડો 4,000ને પાર જોવા મળી રહ્યો છે.

Corona Update / દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો, નવા કેસ 14,000 સામે 17,000 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં અત્યાર સુધીના સૌથી વધુ 4106 લોકોના મોત થયા છે. તેમજ 1.85 લાખ કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત UKમાં પણ નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. યુકેમાં નવા કોરોના કેસની સંખ્યા 37,000 પર પહોંચી છે. આ ઉપરાંત વિશ્વના અન્ય કેટલાક યુરોપીય દેશોની સ્થિતિ પણ નિયંત્રણ બહાર જતી નજરેપડી રહી છે. અમેરિકા અને બ્રિટનની સરકારો દ્વારા શક્ય તેટલા પગલાં ભરવાની કોશિશ કરવામાં આવી રહી છે અહીંયા આરોગ્યતંત્ર દ્વારા નવા કેસને અટકાવવા માટે ખાસ પગલાં ભરવામાં આવી રહ્યા છે.

Political / મમતાના MLA.અરિંદમ એ મમતા સાથે છેડો ફાડી BJPનો કેસરીયો ધારણ કર્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…