Crime/ જુહાપુરામાં ગેંગસ્ટર અમીન મારવાડીનો ત્રાસ : પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાડાવી કરી હત્યાની કોશિશ

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસ જવાન પર ફોર વહીલ ચડાવીને હત્યા કરવાની કોશિશનો બનાવ બન્યો હતો.  વેજલપુર પોલીસે આ મામલે અમીન મારવાડી નામના

Ahmedabad Gujarat
car જુહાપુરામાં ગેંગસ્ટર અમીન મારવાડીનો ત્રાસ : પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચાડાવી કરી હત્યાની કોશિશ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે પોલીસ જવાન પર ફોર વહીલ ચડાવીને હત્યા કરવાની કોશિશનો બનાવ બન્યો હતો.  વેજલપુર પોલીસે આ મામલે અમીન મારવાડી નામના ગેંગસ્ટરની સામે ગુનો દાખલ કરીને તેની ફોર વહીલની અંદર ચકાસણી કરતા ગાડીમાંથી રિવોલ્વર, તલવાર સહિતના હથિયારો મળી આવ્યા હતા. જેથી પોલીસે અમીન મારવાડી ની સામે હાફ મર્ડર સહીત ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો પણ દાખલ કર્યો હતો.

વેજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભયલુભા દિલુભા , કોન્સ્ટેબલ  સિદ્ધાર્થ સિંહ, કોન્સ્ટેબલ રવિરાજ સિંહ, અને એલ આર.ડી જવાન નાગરાજ ભાઈ  આ તમામ જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં સાંજે 8:00 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન એમને ખાનગી બાતમી મળી હતી કે ફોર્ડ કંપનીની એંડેવર કાર ફતેહ વાડી સાઈડ જવાની છે જેમાં હથિયારો છે. પોલીસે બાતમીના આધારે  જીજે 01 એચ.યું. 4099 નંબરની એંડેવર કારને રોકવાની કોશિશ કરતા કાર ચાલકે ગાડી રોકી નહતી. તેણે કારની સ્પીડ ઓછી કરવાની જગ્યાએ વધારી હતી. જેથી પોલીસ જવાનોએ તેનો પીછો કરતા રસ્તામાં સિદ્ધાર્થ સિંહ નામના કોન્સ્ટેબલ એ ફરીથી તે ગાડીને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. જેમાં સિદ્ધાર્થ સિંહ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પોલીસ જવાનોએ જેમતેમ કરીને આયશા મસજીદ ખાતે તે ગાડીને કોર્ડન કરીને તેની અંદરથી ચકાસણી કરતા તેમાંથી એક છરી, બે બેઝબોલના દંડા, એક તલવાર અને એક રિવોલ્વર મળી આવી હતી.

પોલીસે આરોપી અમીન મારવાડી ની સામે હાફ મર્ડર, પોલીસની કામગીરીમાં રૂકાવટ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એટલું જ નહિ, બનાવમાં ઇજાગ્રસ્ત બનેલા સિદ્ધાર્થ સિંહને જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…