Heart Attack Death/ ગોધરામાં વધુ એક યુવાન હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યો, પરિવારમાં શોકનો માહોલ

રાજ્યમાં હાર્ટએટેકની ઘટનાઓ સતત વધી રહી છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હાર્ટ સ્પેશિયાલિસ્ટની ઓપીડીમાં દરરોજ સરેરાશ 500 દર્દી ચેકઅપ માટે આવે છે.

Top Stories Gujarat
orig 25 1679166263 1 ગોધરામાં વધુ એક યુવાન હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યો, પરિવારમાં શોકનો માહોલ

ગોધરામાં વધુ એક યુવાન હાર્ટએટેક (Heart Attack)ના કારણે મૃત્યુ પામ્યો. હાર્ટએટેકથી મૃત્યુ પામનાર 45 વર્ષીય યુવાન ઇસહાક હુસેન ગોંદ્રા કિસાન સોસાયટીમાં રહે છે.  ઇસહાકની મોડી રાતે તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ટૂંકી સારવારમાં ઇસહાકનું મૃ્ત્યુ થયું. યુવાન પુત્રના મૃત્યુને પગલે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો. હોસ્પિટલમાં ઇસહાકની સારવાર કરી રહેલ તબીબે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું. ઉલ્લેખનીય છે કે ગોધરામાં મહિનાના બહુ ટૂંકાગાળામાં ત્રણથી વધુ યુવાનો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે.

કોરોના બાદથી રાજ્યમાં હાર્ટએટેક (Heart Attack)થી મૃત્યુ પામવાના કિસ્સામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હજારથી વધુ લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યા હોવાનું આંકડા દર્શાવે છે. ગોધરામાં એક માસ પહેલા 26 વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એક કિસ્સામાં તિજોરીના કારખાનમાં કામ કરતા યુવક અચાનક ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. યુવકનું હાર્ટ-એટેકને પગલે મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. જ્યારે 19 વર્ષીય સોહેલ નફીસ પઠાણ નામનો યુવાન જે ઇલેક્ટ્રીકનો ધંધો કરે છે તે દુકાન બંધ કરીને ઘરે પંહોચ્યો ત્યારે છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો. પરિવારના લોકોએ દુઃખાવાની ગંભીરતા સમજી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. છતાં સારવાર દરમ્યાન જ હાર્ટએટેકના કારણે મૃત્યુ પામ્યો.

રાજ્યમાં હાર્ટએટેક (Heart Attack)ની ઘટનાઓ સતત વધી રહી છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ હાર્ટ સ્પેશિયાલિસ્ટની ઓપીડીમાં દરરોજ સરેરાશ 500 દર્દી ચેકઅપ માટે આવે છે, જેમાંથી 40%ને સારવારની જરૂર પડે છે. જેમાં દર મહિને સરેરાશ 60થી 70 લોકોનાં મોત હૃદયરોગ સંબંધિત સમસ્યાઓથી થાય છે. વહીવટીતંત્ર સાથે તબીબ જગત પણ હાર્ટએટેકથી મૃત્યુ પામવાની ઘટના વધતા ચિંતિત છે. એક સિનિયર હાર્ટ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા મુજબ હૃદયમાં ચરબીના કણો અટકી જતાં લોકો અચાનક જ ઢળી પડે છે. હૃદયરોગની બીમારીથી પીડાતા 40 ટકા લોકોનાં મોત અચાનક જ હોય છે. હાર્ટએટેકના કિસ્સા વધવાનું મુખ્ય કારણ ખરાબ આદતો, વ્યસન, વધુ પડતી કસરતની સાથે બદલાતી જીવનશૈલીને માનવામાં આવે છે.