રોડ અકસ્માત/ ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 10 કરતાં વધારે મુસાફરો ઘાયલ

સુરતથી અમરેલી જતી બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો  છે. જેમાં 10થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી….

Gujarat Rajkot
accident ઢસા નજીક રાજકોટ હાઇવે પર બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 10 કરતાં વધારે મુસાફરો ઘાયલ

દિવાળી પર્વના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે આવામાં પણ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઢસા નજીક રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સુરતથી અમરેલી જતી બે ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો  છે. જેમાં 10થી 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા છે. સાથેજ લાઠી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

રાજ્યમાં સામાન્ય દિવસો કરતાં તહેવારોના દિવસોમાં ઈમર્જન્સી કેસો વધુ પ્રમાણમાં નોંધાય છે. સામાન્ય રીતે અકસ્માત, દાઝી જવાની ફરિયાદો 108ને વધારે પ્રમાણમાં મળતી હોય છે. 108ને સામાન્ય દિવસોમાં મળતાં ઇમરજન્સી કેસો દિવાળીના ત્રણ દિવસમાં 30 ટકાથી વધુ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં દિવાળી, નવા વર્ષ અને ભાઈબીજના દિવસે ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો છે.

108ના અનુમાન પ્રમાણે દિવાળીના તહેવારમાં ભાઈ બીજના દિવસે રોડ અકસ્માતના કેસો 152 ટકા વધી શકે છે. તહેવાર દરમ્યાન કોઈપણ બનાવમાં તાત્કાલિક વ્યક્તિ હોસ્પિટલમાં પોહચાડી શકાય તેના માટે 108 સજ્જ છે. હાલમાં રાજ્યમાં અત્યારે કુલ 800 રોડ એમ્બ્યુલન્સ અને 2 બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે.

આ પણ વાંચો :પ્રજાજનોની  સુખ-શાંતિ સમૃદ્ધિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

આ પણ વાંચો :  માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમ માટે મિત્રો એ જ કરી મિત્રની હત્યા

આ પણ વાંચો :આ વખતે ધનતેરસ રાજકોટના વેપારીઓ માટે સુવર્ણ સાબિત થઇ