Not Set/ નોકરી કરનાર માટે મોટી ખબર ! પેન્શન મામલે EPFO ની નવી તૈયારી

EPFO તરફથી મળતા પેન્શન પરના કેરળ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે. ઇપીએફઓન અધિકારીઓ મત મુજબ ઇપીએસમાં માસિક યોગદાન ઓછું છે, જેને કારણે તે વધુ પેન્શનનો ભારને સહન નહીં કરી શકે. રોકડની અછતને કારણે ઇપીએફઓ દ્વારા અગાઉના 1000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનને વધારીને 2000 રૂપિયા કરવાનો નિર્ણય પણ સ્થગિત કરવામાં આવ્યો હતો. […]

Business
EPFO નોકરી કરનાર માટે મોટી ખબર ! પેન્શન મામલે EPFO ની નવી તૈયારી

EPFO તરફથી મળતા પેન્શન પરના કેરળ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવશે. ઇપીએફઓન અધિકારીઓ મત મુજબ ઇપીએસમાં માસિક યોગદાન ઓછું છે, જેને કારણે તે વધુ પેન્શનનો ભારને સહન નહીં કરી શકે. રોકડની અછતને કારણે ઇપીએફઓ દ્વારા અગાઉના 1000 રૂપિયાના ન્યૂનતમ પેન્શનને વધારીને 2000 રૂપિયા કરવાનો નિર્ણય પણ સ્થગિત કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે કેરળ હાઇકોર્ટના આદેશાનુસાર ઇપીએફઓએ કર્મચારીઓને નિવૃત્ત થવા પર તેના સંપૂર્ણ પગારને આધારે પેન્શન દેવાનું હતું. હાલમાં ઇપીએફઓ પ્રતિ માસ રૂ.15,000 ના પગારની સીમા સુધી યોગદાન કરે છે.

કેરળ હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્વ ઇપીએફઓએ સુપ્રીમકોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે.

pure offset calculation નોકરી કરનાર માટે મોટી ખબર ! પેન્શન મામલે EPFO ની નવી તૈયારી
file photo

શું છે સમગ્ર મામલો

– સપ્ટેમ્બર 2014માં ઇપીએફઓના નિયમમાં ફેરફાર કરાયો હતો

-વર્તમાન સમયમાં રૂ.15000 પર 8.33 ટકાના દરે પીએફ જમા થાય છે. જો કે એક એવો નિયમ પણ છે જે મુજબ જો કોઇ કર્મચારી સંપૂર્ણ પગાર આધારે પેન્શન લેવા ઇચ્છિત છે તો તેનું પેન્શન છેલ્લા પાંચ વર્ષના પગારને આધારે નક્કી થશે.

-અગાઉ પાછલા વર્ષની સરેરાશ પ્રમાણે પગાર નક્કી થતો હતો. તેના કારણે અનેક કર્મચારીઓના પગારમાં પણ ઘટાડો થયો હતો.

-આ નિયમ બાદ અનેક કર્મચારીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

-આ અરજી પર કેરળ હાઇકોર્ટે 1 સપ્ટેમ્બર 2014 થી લાગુ થયેલા ફેરફારને રદ કરવા માટે સંપૂર્ણ સિસ્ટમ ચાલુ કરી હતી.

-ત્યારબાદ પેન્શન પાછલા વર્ષના એવરેજ પગાર પર નક્કી થવા લાગ્યો હતો

-વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટએ ઇપીએફઓને કહ્યું હતું કે આનો ફાયદો એ લોકોને પણ થવો જોઇએ જે પહેલાથી જ ફૂલ સેલેરીના બેઝ પર પેન્શન સ્કીમમાં યોગદાન આપે છે. આ નિર્ણયથી અનેક કર્મચારીઓને ફાયદો થયો હતો.