Not Set/ સ્ટોક એક્સચેન્જ 800 પોઈંટે તૂટતા પાકિસ્તાનને થયુ 1 હજાર કરોડનું નુકસાન

પહેલા જ આર્થિક મંદીથી લડી રહેલા પાકિસ્તાનની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે. અલગ-અલગ દેશો તરફથી આર્થિક સહાય મળી હોવા છતા આજે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનનાં વડાપ્રધાન બન્યા બાદ જનતાને તેમના તરફથી ઘણી આશાઓ બંધાઇ હતી પરંતુ ઘણા પ્રયત્નો છતા આજે (શુક્રવારે) પાકિસ્તાનનો રૂપિયો તેના નીચલા સ્તર સુધી પહોચી […]

World Business
pakistani stocks lower rupee steady 1400597540 3477 સ્ટોક એક્સચેન્જ 800 પોઈંટે તૂટતા પાકિસ્તાનને થયુ 1 હજાર કરોડનું નુકસાન

પહેલા જ આર્થિક મંદીથી લડી રહેલા પાકિસ્તાનની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે. અલગ-અલગ દેશો તરફથી આર્થિક સહાય મળી હોવા છતા આજે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનનાં વડાપ્રધાન બન્યા બાદ જનતાને તેમના તરફથી ઘણી આશાઓ બંધાઇ હતી પરંતુ ઘણા પ્રયત્નો છતા આજે (શુક્રવારે) પાકિસ્તાનનો રૂપિયો તેના નીચલા સ્તર સુધી પહોચી ગયો છે. આપને જણાવી દઇએ કે, આજે કરાચી સ્ટોક એક્સચેન્જ 800 પોઈંટથી પણ વધુએ તૂટ્યો હતો.

પાકિસ્તાન શેર બજારમાં વેપાર કરનાર ટ્રેડર્સનું કહેવુ છે કે, દેશની અર્થવ્યવસ્થાને લઇને વધી રહેલી ચિંતાઓ અને રૂપિયામાં આવેલી નબળાઇની અસર પાકિસ્તાનનાં શેર બજારમાં જોવા મળી રહી છે. સાથે તેમનુ કહેવુ છે કે જો જલ્દી જ સરકાર તરફથી કોઇ ખાસ નિર્ણય લેવામાં નહી આવે તો શેર બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી શકે છે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)થી 6 અરબ ડોલરનાં બેલ આઉટ પેકેજ મળ્યા હતા, જ્યારે ચીન અને સાઉદી-અરબ તરફથી પહેલા જ મળી ચુકેલી આર્થિક મદદ, છતા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જોવા મળી રહી છે.

આઇએમએફની સાથે થયેલા કરાર બાદ મળેલ આઇએમએફનાં પેકેજથી ચલણ બજારમાં દબાણ વધ્યુ છે. સાથે ચલણ બજારમાં વેપાર કરનાર ટ્રેડર્સનું કહેવુ છે કે, હજુ સુધી સરકાર અને આઇએમએફ વચ્ચે થયેલા કરારની શરતોનો ખુલાસો નથી કરવામાં આવ્યો. ત્યારે દરેક રોકાણકારો અને વેપારીઓની ચિંતાઓ વધી રહી છે. જેના કારણે તેઓ ઝડપથી રૂપિયાનું વેચાણ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, જો આવતા નજીકનાં સમયમાં પાકિસ્તાન સરકાર તરફથી કોઇ ચોક્કસ પગલા લેવામાં નહી આવે ત્યારે દેશ ભારે સંકટમાં મુકાય તો નવાઇ નહી.