Technology/ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને મેળવો કમાણી, જાણો ટ્રીક્સ અહીંયા

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને તમે વેબસાઈટ અને બ્લોગ પર પણ ટ્રાફિક લાવી શકો છો. તમે એડ દ્વારા પણ રેવન્યુ જનરેટ કરી શકો છો

Tech & Auto
Untitled 259 ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને મેળવો કમાણી, જાણો ટ્રીક્સ અહીંયા

ઇન્સ્ટાગ્રામનો યુઝ આજે 1 અબજથી વધુ લોકો કરી રહ્યા છે. તેના વડે તમે ચેટીંગ કરી શકો છો, અને પૈસા  પણ કમાઈ શકો છો. તેના માટે જો તમારી પાસે વધુ ફોલોવર્સ નહિ હોય તો પણ ચાલશે. જો તમારી પાસે 1000 ફોલોવર્સ છે તો પણ તમે પૈસા કમાઈ શકો છો. જો તમારા 1000 ફોલોવર્સ છે તો પણ તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએંસર્સ બની શકો છો. તમે કોઈપણ બ્રાંડ સાથે જોડાઈને તેમની પ્રોડક્ટને તમારી પ્રોફાઈલ દ્વારા પ્રોમોટ કરી શકો છો. ફોલોવર્સ અને એન્ગેજમેન્ટના હિસાબે તમને પૈસા મળી શકે છે. તમને એક પોસ્ટ બદલ 1 હજાર રૂપિયા પણ મળી શકે છે.

આ ઉપરાંત, તમે Affliate માર્કેટિંગના જરીયાથી પણ પૈસા કમાઈ શકો છો. તે કોઈ ચોક્કસ બ્રાંડ માટે કામ કરે છે. તમે તેનો પણ સંપર્ક કરી શકો છો. ત્યારબાદ તમને એક લિંક મળે છે. તમે પોસ્ટ કરીને તમારા ફોલોવર્સને તે વસ્તુ ખરીદવા માટે અપીલ કરી શકો છો. દરેક વેંચાણ પર તમને કમીશન પણ મળે છે.

Untitled 257 ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને મેળવો કમાણી, જાણો ટ્રીક્સ અહીંયા

જો તમને ફોટોગ્રાફીનો શોખ છે તો, તમે તમારા ફોટોઝ પોસ્ટ કરીને તેમાંથી પણ કમાણી મેળવી શકો છો. તમે આર્ટ ઈલ્સ્ત્રેશન, વિડીયો અને એનિમેશન, પિક્ચર, સેલ્ફી, વિઝ્યુઅલ કન્ટેન્ટ મુકીને પણ કમાણી કરી શકો છો. તમે વોટરમાર્ક સાથે પણ તમારા ફોટોઝ અપલોડ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીને તમે વેબસાઈટ અને બ્લોગ પર પણ ટ્રાફિક લાવી શકો છો. તમે એડ દ્વારા પણ રેવન્યુ જનરેટ કરી શકો છો. તમે તમારો બિઝનેસ પણ પ્રોમોટ કરી શકો છો. તમારે એડ માટે પણ ખર્ચો કરવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામ પર તમે શોપ ટેબનો પણ ઉપયોગ કરી શકો છે. તમને વધુ ગ્રાહકો પણ મળે છે. શોપેબલ પોસ્ટ અને સ્ટોરીઝ ફીચરનો પણ તમે ઉપયોગ કરી શકો છો.

Untitled 258 ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને મેળવો કમાણી, જાણો ટ્રીક્સ અહીંયા

જેમાં તમે પ્રોડક્ટ્સ ટેગ યુઝ કરીને કેટેલોગમાં પણ વિડીયોઝ અને ઈમેજીસ દેખાડી શકો છો. યુઝર્સ માત્ર એક ક્લિક વડે જ તે આઈટેમ વિષે જાણી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર કમાણી કરવા મત તમારે બસ એક યોગ્ય પ્લાનિંગની આવશ્યકતા છે. તમારા ટાર્ગેટ ઓડીયન્સને એન્ગેજ કરવા માટે તમારે ક્વોલીટી કન્ટેન્ટ પોસ્ટ કરવું પડશે. જેનાથી તમારું એકાઉન્ટ રીચ મેક્સીમ થાય. 10000 ફોલોવર્સ ધરાવતા લોકો પણ ખુબ સારી કમાણી કરી શકે છે.