Gujarat Weather/ રાજ્યમાં મોડી રાત્રે વરસ્યો છુટોછવાયો વરસાદ, જાણો ક્યારે ચોમાસું લેશે વિદાય…

રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રિએ હળવો વરસાદ વરસ્યો હતો

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રિએ હળવો વરસાદ (Light Rain) વરસ્યો હતો. તાપી, આણંદ, વલસાડ અને વડોદરામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 5 ઓક્ટોબરથી રાજ્યમાં ચોમાસું (Monsoon) વિદાય લેશે. આ વર્ષે ચોમાસામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. IMD દ્વારા બંગાળની ખાડીના સર્ક્યુલેશનને (Cyclonic Circulation) ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છના ભાગોમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. નવરાત્રિ પહેલાં જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેલૈયાઓની નવરાત્રિ નહીં બગડે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં ચોથા દિવસથી એટલે કે, આવતીકાલથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

તાપીમાં વરસાદની સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આણંદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. મોડી રાત્રે આણંદ અને આસપાસમાં વરસાદ ચિખોદરા, વઘાસી, ગામડીમાં પડ્યો હતો. વરસાદથી પાકને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. વલસાડના વાપી, કપરાડામાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. વડોદરામાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ચોમાસાના ત્રણ મહિનામાં જ સરેરાશ કરતાં 50 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં જરૂર કરતાં 154 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 83 ટકા, પોરબંદરમાં 80 ટકા, જામનગરમાં 61 ટકા, મોરબી અને જૂનાગઢમાં 53 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કુલ વરસાદની વાત કરીએ તો, છેલ્લાં 30 વર્ષની સરેરાશની સરખામણીએ 9 સપ્ટેમ્બર સુધીમાં 22 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 83 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 5 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 18 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 29 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 24 ટકા વરસાદ સરેરાશ કરતાં વધુ નોંધાઈ ચૂક્યો છે.

ગુજરાતમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયાને ત્રણ મહિના વીતી ચૂક્યા છે. ત્રણ મહિનામાં ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ પણ બદલી નાખી છે. ત્રણ મહિના પહેલાં 207 ડેમમાંથી 86 ડેમ તળિયાઝાટક હતા, એની સામે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા અને ઉકાઈ ડેમમાં બે વર્ષ ચાલે એટલું પાણી આવી ચૂક્યું છે. હાલ બંને ડેમમાંથી રૂલ લેવલ જાળવવા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સરદાર સરોવર પછી બીજા ક્રમે આવતા ઉકાઈ ડેમમાં પણ પાણીનો નોંધપાત્ર સંગ્રહ થઈ ચૂક્યો છે. ઉકાઈ ડેમમાં 86.31 ટકાનો જળસંગ્રહ છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં આગામી બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ જીલ્લાઓમાં વરસશે હળવો વરસાદ, મેઘાનો વધુ એક રાઉન્ડ

આ પણ વાંચો:નવરાત્રી પહેલા જ વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી