અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હીટવેવના લીધે લોકોની હાલત વધુને વધુ કફોડી થઈ ગઈ છે. હીટવેવના લીધે તંત્રએ કામ વગર લોકોને ઘરેથી બહાર ન નીકળવાની સલાહ આપી છે. ખાસ કરીને અમદાવાદીઓને હીટવેવની અસરના કારણે હજી પણ અઠવાડિયું ભારે ગરમી સહન કરવી પડશે.
13 જિલ્લામાં અગનગોળા વરસશે
ગરમીના લીધે રાજ્યના કુલ 33માંથી 13 જિલ્લામાં આજે અગનગોળા વરસશે. ગુજરાતમાં જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી ગરમી પડી રહી છે. રાજ્યના પાંચ શહેરોનું તાપમાન 45 ડિગ્રીને આંબી ગયું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં ગરમીએ ત્રાહિમામ પોકરાવીદીધા છે. સુરેન્દ્રનગર 45.4 ડિગ્રી સાથે સોથી ગરમ શહેર હતુ. અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન હતું. હજી પણ ધરતી ધગધગતી રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હજી પણ 26 તારીખ સુધી અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની ચેતવણી છે.
અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત્
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ : 45.4 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ, અમદાવાદમાં 45.2 ડિગ્રીએ પહોંચ્યો છે ગરમીનો પારો. આગામી ચાર દિવસ સુધી અમદાવાદમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગના મતે હીટવેવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે અમદાવાદમાં ગરમીના કારણે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. મે મહિનામાં છેલ્લા સાત વર્ષમાં ગરમીનો રેકોર્ડ મંગળવારે તૂટ્યો, અમદાવાદમાં 45.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના કેસો વધ્યાં
કાળઝાળ ગરમીને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ એકાએક વધારો થઈ ગયો છે…અત્યાર સુધી 72 જેટલા કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે…17 એપ્રિલ પછી રોજના 70થી 80 કેસ આવી રહ્યા છે….ગરમીનો પારો રોજ ઉપરને ઉપર જઈ રહ્યો છે, જેના કારણે કેસમાં પણ સતત વધારો થવાની સંભાવના છે…ગુજરાતમાં હજુ પણ 4 દિવસ હીટવેવની આગાહી છે….ક્યારે કેટલાક હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા તેની વાત કરીએ તો, 18 મેએ 83 કેસ, 17 મેએ 85 કેસ, 18 મેએ 97 કેસ, 19 મેએ 106 કેસ, 20 મેએ 105 અને 21 મેએ 72 કેસ હીટ સ્ટ્રોકના નોંધાયા છે….
હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવું, તો આરોગ્ય વિભાગે પણ કહ્યું છે કે, ગરમીમાં વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, લીંબુ શરબત, જ્યુસ, છાશ સહિતના પીણાનો વધારે આગ્રહ રાખવો જોઈએ.
આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો
આ પણ વાંચોઃ રાજકોટમાં તબીબની બેદરકારીથી માસૂમ બાળકનાં મોત થયાનો આક્ષેપ
આ પણ વાંચો:અમદાવાદમાં શાળાઓ 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટનું વિતરણ કરશે
