Gujarat Weather News: બંગાળની ખાડી પર સાયક્લોન સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થતાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજથી હળવા વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હાલ ગરમીનો પારો ઊંચકાયો છે ત્યારે હવામાનમાં પલટો આવવાની સંભાવના વધુ છે.
હજું વધુ એક વરસાદનો (Rain) નવો રાઉન્ડ આવી શકે છે, રાજ્યના જીલ્લાઓ વરસાદથી તરબોળ થઈ શકે છે. હવામાન વિભાગ 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો યથાવત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી ચોમાસું 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે વિધિવત રીતે પૂર્ણ થવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું લંબાઈ શકે છે. હજુ વરસાદનો વધુ એક રાઉન્ડ બાકી છે, જે આજથી શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય હવામાન વિભાગે આગામી 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. તેની અસર બતાવવાનું શરૂ કરશે.
વરસાદનો બીજો રાઉન્ડ ટકાવારીમાં વધારો કરશે. જ્યારે રાજકોટ, ભુજ સહિત વિવિધ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે, ગુજરાતમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હજુ વરસાદનો એક રાઉન્ડ બાકી છે તેથી આ ટકાવારી પણ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો:નવરાત્રી પહેલા જ વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો:રાજ્યમાં બફારાનો માહોલ, આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી
આ પણ વાંચો:અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી