Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 21 સપ્ટેમ્બર સુધી વરસાદ (Rain) પડવાની આગાહી કરી છે. આજે 17 સપ્ટેમ્બરે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ સારો રહેશે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ, કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસશે.
અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છ 18 થી 21 મી સપ્ટેમ્બર સુધી સૂકું રહેશે.
27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવરાત્રિ દરમિયાન દરિયાકાંઠે પવનનું જોર વધુ રહેશે. 10 થી 13 ઓક્ટોબર વચ્ચે સારો વરસાદ થશે અને બંગાળનીખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે. આ વખતે ખેલૈયાઓની નવરાત્રિ બગડી શકે છે તેમ જણાઈ રહ્યું છે.
હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ હજી પણ સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ આ રીતે ગુજરાતમાં અને અમદાવાદમાં અચાનક જ ત્રાટકતો રહેશે. અંબાલાલનું પણ કહેવું છે કે આ રીતે વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવશે અને પછી ગમે ત્યારે વરસાદ ત્રાટકશે જ્યારે કલ્પના પણ નહીં હોય. અડધો સપ્ટેમ્બર બાકી છે ત્યારે જો લોકો એમ માનતા હોય કે ચોમાસુ પૂરુ થઈ ગયું છો તો તે તેમની ભૂલ છે. થોડા દિવસ પહેલા અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ, બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ, વલસાડમાં એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની 26 ટકા ઘટ, ડાંગમાં સૌથી વધુ 48 ટકા ખાધ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી