Not Set/ CM વિજયભાઈ રુપાણીએ પોતાની દુકાનમાં ચોપડા પુજન કર્યું…

મુખ્યમંત્રી  બન્યા પહેલા, દાયકાઓથી ગરેડીયા કૂવા રોડ પર તેમની દુકાન આવેલી છે જ્યાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે રહીને તેઓ દર વર્ષે કરતા હોય છે. 

Gujarat Rajkot

દિવાળીના દિવસે ચોપડા પૂજન નું મહત્વ હોય છે. રાજ્યના મુખ્ય મંત્રી દરવર્ષની જેમ આ વર્ષે પણ પોતાના હોમ ટાઉન રાજકોટ ખાતે તેમની દુકાને ચોપડા પૂજન માટે પહોચ્યા હતા. ગુજરાત રાજ્ય ના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી દિવાળી નિમિત્તે પોતાના હોમટાઉન રાજકોટ ખાતે સંધ્યા સમયે પોતાની દુકાન નુ ચોપડા પુજન કરવા પધાર્યા હતા.

તે પ્રસંગ એ રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર ના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી ની આગેવાની મા વડતાલ ટેમપ્લ બોર્ડ ના સંતો, ગઢપુર ટેમપ્લ બોર્ડ ના હરજીવન સ્વામી તેમજ ટાટમ સ્વામીનારાયણ મંદીર ના મહંત સ્વામી એ રૂબરૂ મુલાકાત લઇ નૂતન-વર્ષ ના જય જીનેન્દ્ર સહ જય સ્વામીનારાયણ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી  બન્યા પહેલા, દાયકાઓથી ગરેડીયા કૂવા રોડ પર તેમની દુકાન આવેલી છે જ્યાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે રહીને તેઓ દર વર્ષે કરતા હોય છે.