ગુજરાત રાજ્યમાં કરોના વાઇરસે માંઝા મુકી છે. અમદાવાદ ની હાલત બદથી બદતર થી રહી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માંથી મૃતક ના શરીર પરથી ઘરેણા ગુમ થયાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પીટલમાં મૃતક મહિલાના શરીર પરથી દાગીના ગાયબ થયા નુસમે આવ્યું છે.
પ્રપ વિગતો અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આધેડ મહિલાનું મૃત્યુ બાદ ઘરેણાં ગાયબ થયા હતા. અમરાઈવાડીની 54 વર્ષિય મહિલાને અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું,
મૃત્યું બાદ મહિલાના કાનમાં પહેરેલી બુટ્ટી અને નાકની ચુની સહિત દાગીના ગાયબ થતા મહિલાના પતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડ દ્વ્રારા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ, સીએમ અને પોલીસ કમિશ્નરને પત્ર લખી તપાસના આદેશની માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
