Not Set/ દેશને શિક્ષિત પ્રધાનમંત્રીની છે જરૂર: કેજરીવાલને આવી મનમોહનની યાદ

નવી દિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે લોકોને મનમોહન સિંહ જેવા “શિક્ષિત પ્રધાનમંત્રી” ની કમી લાગી રહી છે. કેજરીવાલ હાલ મનમોહન સિંહના ગુણગાન ગાઈ રહ્યા છે, પરંતુ ૨૦૧૩ની દિલ્હી વિધાનસભાની ચુંટણી અને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી દરમિયાન તેઓ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના નિશાને રહ્યા હતા. People missing an educated […]

India Trending Politics

નવી દિલ્હી,

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે લોકોને મનમોહન સિંહ જેવા “શિક્ષિત પ્રધાનમંત્રી” ની કમી લાગી રહી છે. કેજરીવાલ હાલ મનમોહન સિંહના ગુણગાન ગાઈ રહ્યા છે, પરંતુ ૨૦૧૩ની દિલ્હી વિધાનસભાની ચુંટણી અને ૨૦૧૪ની લોકસભાની ચુંટણી દરમિયાન તેઓ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના નિશાને રહ્યા હતા.

રૂપિયાની ડોલર સામે ઘટી રહેલી કિંમતોને લઈને કેજરીવાલે વોલ સ્ટ્રીટ જર્નલના એક લેખ સાથે ટ્વીટર પર લખ્યું કે લોકોને ડો.મનમોહનસિંહ જેવા શિક્ષિત પ્રધાનમંત્રીની ઉણપ લાગી રહી છે, લોકોને લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી તો ભણેલા જ હોવા જોઈએ. કેજરીવાલ અને એમની આમ આદમી પાર્ટીના સભ્યો પહેલા પણ પ્રધાનમંત્રીની શૈક્ષણિક યોગ્યતા અને એમની ડીગ્રીની પ્રમાણિકતા પર સવાલ ઉઠાવી ચુક્યા છે.

 

કેજરીવાલે દિલ્હીમાં ચાલી રહેલા જળસંકટ ને લઈને ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. એમણે ટ્વીટર પર લખ્યું કે BJP દિલ્હીવાસીઓ સાથે ગંદી રાજનીતિ કરી રહ્યું છે. દિલ્હીને ૨૨ વર્ષથી આ પાણી મળતું રહ્યું છે. અચાનક હરિયાણાની બીજેપી સરકારે આ જથ્થામાં કમી કરી દીધી, આવું કેમ? કૃપા કરીને આપની ગંદી રાજનીતિ દ્વારા લોકોને પરેશાન ના કરો.