Supreme Court: સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની ખાસ બેન્ચે રખડતા શ્વાનોના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પકડાયેલા શ્વાનોને છોડવા જોઈએ નહીં. આજે કોર્ટે કહ્યું કે પકડાયેલા શ્વાનોને નસબંધી અને રસીકરણ પછી જ છોડવા જોઈએ, સિવાય કે એવા શ્વાન જે હડકવાથી સંક્રમિત હોય અથવા જેમનું વર્તન આક્રમક હોય. ઉપરાંત, સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળોએ શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે રખડતા શ્વાનો માટે સમર્પિત ફીડિંગ ઝોન બનાવવામાં આવશે.
નવી દિલ્હીમાં શ્વાન પ્રેમીઓએ શ્વાનો અંગે સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયો પર વિરોધ કર્યો.
સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનના મુદ્દા પર પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના આદેશ પર સ્ટે આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પકડાયેલા રખડતા શ્વાનોને છોડવા જોઈએ નહીં.
કોર્ટે કહ્યું કે પકડાયેલા શ્વાનો ને નસબંધી અને રસીકરણ પછી જ છોડી દેવા જોઈએ, સિવાય કે એવા શ્વાનો જે હડકવાથી સંક્રમિત હોય અથવા જેમનું વર્તન આક્રમક હોય.
આ સાથે, કોર્ટે કહ્યું કે જાહેર સ્થળોએ શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ રહેશે. આ માટે એક અલગ સમર્પિત ફીડિંગ ઝોન બનાવવો જોઈએ.
14 ઓગસ્ટના રોજ, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની ખાસ બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટથી અપાયેલ ચુકાદામાં
કોર્ટે કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશને આદેશની કલમ12,12.1 અને 12.2નું પાલન કરવું જરૂરી છે. કૃમિનાશક, રસીકરણ વગેરે પછી શ્વાનોને પકડીને તે જ વિસ્તારમાં છોડી દેવા જોઈએ. પરંતુ આક્રમક અથવા હડકાયેલા ચેપગ્રસ્ત શ્વાનોને છોડવામાં આવશે નહીં.
જસ્ટિસ નાથે કહ્યું કે જાહેર સ્થળોએ શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે, અલગ સમર્પિત ફીડિંગ ઝોન બનાવવા જોઈએ. તેમણે કહ્યું કે અયોગ્ય ખોરાકને કારણે ઘણી ઘટનાઓ બની છે.
કોર્ટે તેના અગાઉના આદેશ (પેરા 13) ને પુનરાવર્તિત કર્યો અને તેમાં સુધારો કરીને કહ્યું કે કોઈ વ્યક્તિ કે સંગઠન આ સેવાઓમાં અવરોધ નહીં લાવે. ઉપરાંત, કૂતરા પ્રેમીઓ અને NGO એ કોર્ટ રજિસ્ટ્રીમાં અનુક્રમે 25,000 રૂપિયા અને 2 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ
આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા
