Breaking News/ હિંમતનગરમાં HUDA આખરે સંપૂર્ણ રદ, 100 દિવસના આંદોલન બાદ સરકારનો મોટો નિર્ણય

HUDA controversy: હિંમતનગરમાં HUDA આખરે સંપૂર્ણ રદ,100 દિવસથી વધુ સમય ચાલેલા આંદોલન બાદ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય.

Gujarat Top Stories Others Breaking News
હિંમતનગર HUDA controversyનો અંત! રાજ્ય સરકારે રદ કર્યું

Breaking News: હિમતનગરશહેર અને આસપાસના વિસ્તારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને આંદોલન બાદ રાજ્ય સરકારે હિંમતનગરમાં લાગુ કરાયેલ હુડા (HUDA controversy)ને સંપૂર્ણપણે રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

100 દિવસથી વધુ સમય ચાલ્યું આંદોલન

હુડા (HUDA controversy)ના અમલ સામે સ્થાનિક લોકો અને વિવિધ ગામોના રહેવાસીઓ છેલ્લા 100 દિવસથી વધુ સમયથી સતત વિરોધ કરી રહ્યા હતા. લોકોનો આક્ષેપ હતો કે હુડા (HUDA controversy)ના અમલથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને નુકસાન થઈ રહ્યું છે.વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક રજૂઆતો અને બેઠકો યોજાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા સરકારને વારંવાર HUDA સંપૂર્ણ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

HUDA controversy: 11 ગામના લોકોએ દર્શાવ્યો હતો વિરોધ

વર્ષ 2015માં પણ HUDAને સ્થગિત કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં ફરી HUDA અમલમાં આવતા 11 ગામના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું હતું કે HUDAના અમલથી જમીન અને વિકાસ સંબંધિત અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી હતી.વિરોધ વધતા સરકારે અગાઉ HUDAને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ લોકોની મુખ્ય માંગ HUDAને સંપૂર્ણપણે રદ કરવાની હતી.

મુખ્યમંત્રી સાથે બેઠક બાદ નિર્ણય

મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ HUDA સંકલન સમિતિ અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સમિતિ દ્વારા HUDAને સંપૂર્ણપણે રદ કરવાની માંગ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી.ચર્ચા અને રજૂઆતો બાદ રાજ્ય સરકારે આખરે HUDA સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

લોકોમાં ખુશીનો માહોલ

HUDA રદ થવાની જાહેરાત બાદ સ્થાનિક લોકો અને HUDA સંકલન સમિતિમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સમિતિ દ્વારા આ નિર્ણયને લોકોની જીત ગણાવવામાં આવ્યો છે અને ઉજવણી કરવાની પણ તૈયારી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને આખરે સફળતા મળી છે.


આ પણ વાંચો:હિંમતનગરમાં હુડા વિરુદ્ધ ઉગ્ર વિરોધ, વેપારીઓથી સહકારી સંસ્થાઓ સુધી સજ્જડ બંધ

આ પણ વાંચો:હિંમતનગરમાં હુડાના જાહેરનામા વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:હુડાને લઈને હવે શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના માર્ગે ચાલવાનો નિર્ણય