Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Technology/ તમારું બેંક એકાઉન્ટ ખાલી ના થાય માટે ફોનમાંથી આ 6 એપ્સને કરો Delete, એપ્સમાં છે ખતરારૂપ માલવેર

સાયબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ ESET એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કુલ 12 એપ્સમાં VajraSpy નામનો માલવેર છે જે વધુ ખતરારૂપ છે.

February 6, 2024Heena Dave
Top Stories Tech & Auto

તમારું બેંક એકાઉન્ટ ખાલી ના થાય માટે તમારા ફોનમાંથી તાત્કાલિક આ 6 એપ્સને ડિલીટ કરો. અત્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે. અનેકવિધ કાર્યોની સરળતા અને સુગમતા માટે લોકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને વર્કિંગ માણસો માટે બીલ ભરવા જેવા કાર્યો થવાથી મોબાઈલ ફોન એક આર્શીવાદ બન્યો છે. તેમાં પણ એન્ડ્રોઈડ જેવા અનેક આધુનિક વર્ઝન આવતા હોય છે. જેમ સુવિધા વધુ તેમ જોખમ વધુ તે બાબત સાચી પડી છે. એન્ડ્રોઈડ યુઝર ધારકોના ફોનમાં એવી કેટલીક એપ્સ છે જે તમારું બેંક એકાઉન્ટ એક ઝટકામાં ખાલી કરી શકે છે. એન્ડ્રોઈડ ફોન કેટલીક એપ્સ છે જેમાં માલવેર હોય છે જે તમારી ગુપ્ત માહિતી માટે ખતરારૂપ હોવાનું એમ સાયબર સિક્યોરિટી જણાવે છે.

સાયબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ ESET એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કુલ 12 એપ્સમાં VajraSpy નામનો માલવેર છે જે વધુ ખતરારૂપ છે. તેમાંથી છ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરવામાં આવી છે, પરંતુ છ એપ્સ હજુ પણ પ્લે સ્ટોર પર હાજર છે. આ માલવેર કોઈપણ એન્ડ્રોઈડ ફોનની જાસૂસી કરી શકે છે. તમારા ફોનમાંથી આ છ એપ્સને તાત્કાલિક ડિલીટ કરો, નહીં તો તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે કેમકે તેમાં માલવેર છે. સુરક્ષા એજન્સી દ્વારા આ એપ્સની ઓળખ કરવામાં આવી છે. આ એપ્સ બે વર્ષથી ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે.

જો તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવી છ એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જે બે વર્ષથી ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે અને આ એપ્સમાં માલવેર છે. આ એપ્સની ઓળખ સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવી છે.

Google Play Store પર માલવેર સાથે હાજર એપ્સના નામ
1. Privee Talk
2. Let’s Chat
3. Quick Chat
4. Chit Chat
5. Rafaqat
6. MeetMe
જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો તેને તરત જ ડિલીટ કરી દો. આ માલવેર તમારા ફોનમાં હાજર કોઈપણ માહિતીને હેકર્સ માટે સુલભ બનાવી શકે છે. આ સિવાય તે તમારી જાણ વગર કોલ રેકોર્ડ પણ કરી શકે છે. આનાથી બચવા માટે તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ કરો. આ સિવાય, જો તમને તમારા ફોનના ફાઇલ મેનેજરમાં કોઈ શંકાસ્પદ ફાઇલ અથવા ફોલ્ડર દેખાય છે, તો તેને કાઢી નાખો. ફોનમાં સમયાંતરે મેસેજ ડીલીટ કરો જેથી વધુ પડતો ભરાવો ના થાય. કોઈપણ લોભામણા મેસેજ અથવા લીંક પર કલીક ના કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી

Post navigation

જૂના બોયફ્રેન્ડે જૂની પ્રેમિકાના નવા પ્રેમી સાથેના ન્યુડ ફોટા વાઇરલ કર્યા
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને સુરજેવાલા પર કોર્ટે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

More Posts

Gold Price Today/ સોના-ચાંદીના ભાવ ફરી ઉછાળો, જાણો આજે કેટલા વધ્યા ભાવ

March 14, 2024Maya Sindhav

અકસ્માત/ ભાવનગરના સિહોરમાં રક્ષાબંધનના આગલા દિવસે જ બહેને તેનો ભાઈ ગુમાવ્યો

August 11, 2022mustak malik

Dhundhia Vav/ મહેમદાવાદમાં સફાઇના અભાવે ઢુંઢીયા વાવની દુર્દશા,આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના આંખ આડા કાન!

October 6, 2022October 6, 2022mustak malik

Not Set/ માયાવતીએ PMની વિદેશનીતિ પર ઉઠાવ્યા સવાલ, કહ્યુ પડોશી સાથે ઝઘડો કરી કોઇ ખુશ નથી રહ્યુ

June 9, 2019hardik shah
પાંચ રાજ્યોમાં ચૂંટણી પંચે યોજી મહત્વની બેઠક, રેલીઓ પર પ્રતિબંધ વધુ એક

Not Set/ ચૂંટણી પંચે યોજી મહત્વની બેઠક, રેલીઓ પર પ્રતિબંધ વધુ એક સપ્તાહ ચાલુ રહી શકે છે

January 27, 2022padma prajay
Nakhatrana Murder Case

Kutch News/ નખત્રાણામાં પતિએ પત્નીને રહેંસી નાખી, જમવા બાબતે થયેલા ઝઘડાએ બે માસૂમોને કર્યા અનાથ

April 16, 2026Kinjal Pradipkumar Patel

Not Set/ અમદાવાદ/ શેરબજારમાં લાઇસન્સ વિનાં ટ્રેડિંગ કરતા યુવકની ધરપકડ

December 28, 2019December 28, 2019padma prajay

Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ, ચિલ્ડ્રન હોમના 18 બાળકો મળ્યા સંક્રમિત

August 30, 2021Bhavini vasani

Tamil Nadu/ ઘણા દિવસોથી ગુમ કોંગ્રેસના નેતાની અડધી બળેલી લાશ મળી, હત્યાની આશંકા

May 5, 2024Mansi Panara

Gujarat/ ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષમાં આઈટી નિકાસને 25,000 કરોડ સુધી વધારશે

December 5, 2023garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy