Gujarat Vidyapith/ ગૂજરાત વિદ્યાપીઠ ફરી ચર્ચામાં, 9 ટ્રસ્ટીઓએ ધરી દીધા રાજીનામાં

વિદ્યાપીઠ ટ્રસ્ટના નિયમ મુજબ નવા કુલપતિની પસંદગી ન થતાં ટ્રસ્ટીઓમાં ભારે અસમંતતા જોવા મળી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્ધારા અનેકવાર દબાણ…

Top Stories Gujarat
Governor Acharya Devvrat

Governor Acharya Devvrat: ગુજરત વિદ્યાપીઠના કુલપતિ તરીકે દેવવ્રત આચર્યનો વિવાદ વધુ વકર્યો છે. જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવની સામે અસમંતતા આજે 9 ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધા છે. ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા તેમજ તેના ગાંધીવાદી આદર્શો માટે પ્રખ્યાત છે. તે સંસ્થામાં પણ વિવાદ સર્જાયો છે. ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલની નિમણૂક બાદ ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

વિદ્યાપીઠ ટ્રસ્ટના નિયમ મુજબ નવા કુલપતિની પસંદગી ન થતાં ટ્રસ્ટીઓમાં ભારે અસમંતતા જોવા મળી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્ધારા અનેકવાર દબાણ કરવાનો આક્ષેપ કર્યો હતો, ડર અને લાલચમાં યોગ્ય વાતચીત કર્યા વિના ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નવા ચાન્સેલર તરીકે નિયુક્ત કર્યા છે ત્યારે હવે આ ટ્રસ્ટીઓ તેનો ન્યાય માગી રહ્યા છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ મુજબ નિમણૂક સર્વસંમતિથી હોવી જોઈએ પરંતુ સત્તાના જોરે થઈ છે. અત્યાર સુધી કુલપતિની નિમણૂક સર્વસંમતિથી થતી હતી. જેનો વિરોધ કરીને 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. આ ટ્રસ્ટીઓમાં નરસિંહભાઈ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન આયંગર, ઉત્તમ પરમાર, માઈકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ, કપિલ શાહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દિવાળી ભેટ/ INSTAGRAMમાં રીલ્સ બનાવનાર માટે સારા સમાચાર, હવે મળશે પૈસા