Ahmedabad News/ વેકેશન બાદ સ્કૂલે જતી 5 વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત, SG હાઈવે પર કાર પલટતાં ચાલકે જીવ ગુમાવ્યો

Ahmedabad Accidents: અમદાવાદમાં 26 નવેમ્બરની સવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં છે. ચાંદલોડિયા પાસે ટ્રકની અડફેટે 5 વર્ષની બાળકીનું મોત થયું, જ્યારે SG હાઈવે પર i10 કાર પલટી જતાં ચાલકે જીવ ગુમાવ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Accidents: અમદાવાદમાં 2 અકસ્માતનો કરુણ બનાવ, 5 વર્ષની બાળકી સહિત 2 લોકોનાં મોત

Ahmedabad News: અમદાવાદમાં આજે (26 નવેમ્બર) સવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયાં (Ahmedabad Accidents) છે. ચાંદલોડિયા ગરનાળા પાસે પિતા સાથે બાઈક પર સ્કૂલે જઈ રહેલી 5 વર્ષની બાળકીનું ટ્રકની અડફેટે મોત થયું હતું. જ્યારે SG હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થતી i10 કાર પલટી જતાં ચાલકનું મોત થયું હતું. બંને અકસ્માતને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Accidents: પિતા દીકરીને સ્કૂલે મૂકવા જતા હતા, ટ્રકની ટક્કરથી બાળકીનું મોત

રાણીપ અને ચાંદલોડિયાને જોડતા રેલવે ગરનાળા પાસે સવારે 5 વર્ષીય નેહલ પટેલ તેના પિતા સાથે બાઈક પર નીલકંઠ સ્કૂલમાં જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે બાઈકને ટક્કર મારતાં પિતા-પુત્રી રસ્તા પર પટકાયાં (Chandlodia Accident) હતાં. ત્યારબાદ ટ્રકની અડફેટે આવતાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતમાં બાળકીના પિતાને ખભા પર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ટ્રકચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ ટ્રકચાલકની અટકાયત કરવામાં આવી છે. આ મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

SG હાઈવે પર i10 કાર પલટી, ચાલકનું મોત

અમદાવાદના SG હાઈવે પર સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલી i10 કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો (SG Highway Accident) હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં કુલ ચાર મિત્રો સવાર હતા. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે કારચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

આમ, અમદાવાદમાં એક જ સવારે બનેલા બે માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા (Road Accident Ahmedabad) છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિ વચ્ચે માર્ગ અકસ્માતોની વણઝાર, બે દિવસમાં 4નાં મોત

આ પણ વાંચો: ભાવનગર જતાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત: કાર પલટી જતાં 2નાં કરુણ મોત

આ પણ વાંચો: દિવાળી પહેલાં અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ! અલગ-અલગ 4 અકસ્માતમાં 2 મહિલા સહિત 4નાં મોત, વાહનચાલકો ફરાર