Ahmedabad News/ ચાંગોદરમાં એપલ વેરહાઉસ ચોરીનો ભેદ ઉકેલાયો, ₹1 કરોડના ગેજેટ્સ ચોરનાર 5 શખ્સ ઝડપાયા

changodar warehouse theft: ચાંગોદર વેરહાઉસ ચોરીના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ₹1 કરોડના એપલ ગેજેટ્સ ચોરનાર આંતરરાજ્ય ગેંગના 5 આરોપીને ઝડપ્યા

Top Stories Gujarat Rajkot Breaking News
changodar warehouse theft

Ahmedabad News: ચાંગોદર વેરહાઉસ ચોરી (Changodar Warehouse Theft)નો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલી એક કંપનીના વેરહાઉસમાંથી આશરે ₹1 કરોડની કિંમતના આઇફોન, લેપટોપ સહિતની મત્તા ચોરાઈ હતી. ગ્રામ્ય પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે આ ચોરીને અંજામ આપનાર 5 આરોપીઓને ઝડપી લીધા છે.

Changodar Warehouse Theft : ગૂગલ પર સર્ચ કરી વેરહાઉસની રેકી કરતી ગેંગ

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આરોપીઓ ગુગલ પર ઓનલાઇન એપલ કંપનીના વેરહાઉસની માહિતી મેળવતા હતા. ત્યારબાદ તેના લોકેશનની આસપાસ રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. આ આંતરરાજ્ય ગેંગ (Interstate Gang) અગાઉ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ ઝડપાઈ ચૂકી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police)એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

નવાપુરા ગામની સીમમાં બની હતી ચોરીની ઘટના

પોલીસ ફરિયાદ મુજબ, ચાંગોદર પાસેના નવાપુરા ગામની સીમમાં આવેલા વેરહાઉસમાંથી એક મહિના પહેલાં ચોરી થઈ હતી. ₹1 કરોડના કિંમતી એપલ ગેજેટ્સ (Apple Gadgets) ચોરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ગ્રામ્ય LCB (Ahmedabad LCB)એ સીસીટીવી ફૂટેજના આધારે કારમાં આવેલા 5 શખસોની શોધ શરૂ કરી હતી.

100થી વધુ વાહનોના ડેટાની તપાસ, ચાર રાજ્યોમાં તપાસ

કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી 100થી વધુ વાહનોના ડેટાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મહારાષ્ટ્રના થાણે, રાજસ્થાનના શિહોરી અને ઝાલોર તેમજ ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને વારાણસીમાં તપાસ કરી હતી. અંતે પોલીસે સંદીપ પટેલ, સુરેન્દ્ર પટેલ (બંને જોનપુર, ઉત્તર પ્રદેશ), આકાશ ચૌહાણ (મિરઝાપુર), મોહમંદ સમીમ (ભીવંડી, મહારાષ્ટ્ર) અને કમલેશગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


આ પણ વાંચો:મહેસાણા હાઈવે પર જગુદણ પાસે સોલાર પ્લાન્ટમાં ચોરી, 6.92 લાખના કેબલ લઈ તસ્કરો ફરાર

આ પણ વાંચો:વડનગરના કરબટિયા ગામે હીરાના વેપારીના બંધ મકાનમાં ચોરી, 9.65 લાખની મત્તા લઈ તસ્કરો ફરાર

આ પણ વાંચો:સુરતમાં ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશકુમાર મિત્તલની ઈનોવા કારમાંથી 5 લાખની ચોરી