Breaking News/ દિલ્હીના દરિયાગંજમાં ઇમારત ધરાશાયી, 3 લોકોના મોત…

દિલ્હીના દરિયાગંજમાં એક ઇમારત ધરાશાયી થવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે

Top Stories India Breaking News

New Delhi: દિલ્હીના દરિયાગંજમાં એક ઇમારત ધરાશાયી થવાથી એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. DDMA સહિત મ્યુનિસિપલ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને બચાવ કાર્ય ચાલુ છે. હકીકતોની પુષ્ટિ થયા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વહિવટીતંત્રે જણાવ્યું હતું કે ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને હકીકતની પુષ્ટિ થયા પછી યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કામ કરી રહી છે જેથી વધુ નુકસાન ન થાય. દિલ્હી પોલીસનું કહેવું છે કે હકીકતની પુષ્ટિ થયા પછી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો અને વહીવટીતંત્ર અકસ્માત અંગે સતર્ક છે અને પીડિત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ

આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા