Not Set/ રાજ્યમાં મેઘો એકવાર ફરી મહેરબાન, સરેરાશ 91 ટકા નોંધાયો વરસાદ

રાજ્યમાં આ વર્ષે 91 ટકા વરસાદ નોંધાયો છે. જે આવતા સમય માટે સારો સંકેટ છે. આપને જણાવી દઇએ કે, જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગષ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. એકવાર ફરી રાજ્યમાં વરસાદ પરત ફર્યો […]

Top Stories Gujarat Others

રાજ્યમાં આ વર્ષે 91 ટકા વરસાદ નોંધાયો છે. જે આવતા સમય માટે સારો સંકેટ છે. આપને જણાવી દઇએ કે, જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગષ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. એકવાર ફરી રાજ્યમાં વરસાદ પરત ફર્યો છે ત્યારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો.

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડ્યો છે. તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાશે જેને કારણે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં 91 ટકા વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 4 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.