Not Set/ ભારતનો હુંકાર : પાકિસ્તાનની ૧ ગોળીનો જવાબ અમે ૧૦ ગોળીથી આપીશું.

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલુ જ છે. આજે સવારે  પાકિસ્તાનના ગોળીબારમાં આર એસ પુરા સેક્ટરના એક ૧૫ વર્ષના નિર્દોષ બાળકનું મૃત્યુ થયું હતું. આ ગોળીબાર સતત ૧૮ કલાક ચાલુ રહ્યો હતો. ભારતના કેન્દ્ર સરકાર મંત્રી હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની વાતો કરતા હોય છે. આ દરમ્યાન વધુ એક મંત્રીનું […]

Top Stories

નવી દિલ્હી,

જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર ચાલુ જ છે. આજે સવારે  પાકિસ્તાનના ગોળીબારમાં આર એસ પુરા સેક્ટરના એક ૧૫ વર્ષના નિર્દોષ બાળકનું મૃત્યુ થયું હતું. આ ગોળીબાર સતત ૧૮ કલાક ચાલુ રહ્યો હતો.

ભારતના કેન્દ્ર સરકાર મંત્રી હંમેશા પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવાની વાતો કરતા હોય છે. આ દરમ્યાન વધુ એક મંત્રીનું આવું નિવેદન બહાર આવ્યું છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહીરે કહ્યું હતું કે, પાકિસ્તાન અમાનવીય સ્વભાવ ધરાવે છે. ભારત એક ગોળીનો જવાબ ૧૦ ગોળીથી આપશે.

મંત્રી હંસરાજ આહિરે  કહ્યું હતું કે, ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ અને શસ્ત્રવિરામનો ભંગ કરવો એ પાકિસ્તાનની પ્રકૃતિ છે.ગૃહ મંત્રીએ આપણને  કહ્યું છે કે ભારત તરફથી પહેલી ગોળી નહીં ચાલે પરંતું જો પાકિસ્તાન તરફથી એક ગોળી ચાલશે તો અમે ૧૦ ગોળી ચલાવી વળતો જવાબ આપીશું.

આહીરે કહ્યું હતું કે, ભારતમાં આતંકી મોકલવા અને સીઝ ફાયર ઉલ્લઘન કરવું પાકિસ્તાનની આદત બની ગઈ છે. પાકિસ્તાનની દરેક હરકતનો અમે જવાબ આપી રહ્યા છીએ.