Not Set/ અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સનાં સમર્થનમાં આવી રીયા ચક્રવર્તી

પિતાથી આઝાદીની લાડાઈમાં અમેરિકી સ્ટારનાં સપોર્ટમાં આવી રિયા ચક્રવતીએ કહ્યું તેને આઝાદ કરો..

Trending Entertainment
a 212 અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સનાં સમર્થનમાં આવી રીયા ચક્રવર્તી

અમેરિકન સિંગર બ્રિટની સ્પીયર્સ હાલ તેના પિતા સાથે કાનૂની બાબતને લઈને ચર્ચામાં છવાયેલી જોવા મળી રહી છે. તેણી તેના પિતા જેમી સ્પીયર્સના શાસનથી મુક્ત થવા માંગે છે. બુધવારે બ્રિટનીએ કોર્ટમાં પોતાનું નિવેદન નોંધતી વખતે કહ્યું કે મારે મારું જીવન, મારી સ્વતંત્રતા પાછી જોઈએ છે.  હવે 13 વર્ષ થયા છે બસ હવે ઘણું થઇ ગયું. આ મામલે હોલીવુડની અનેક હસ્તીઓ તેના સમર્થનમાં બહાર આવી છે. તે જ સમયે, તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પણ આ મામલામાં તેમનું સમર્થન આપ્યું છે.

બ્રિટનીએ જણાવ્યું હતું કે તેણીએ તેના બધા દર્દને લાંબા સમયથી તેના હૃદયમાં છુપાવ્યા હતા, પરંતુ હવે તેણીને તેનો અધિકાર પાછો જોઈએ છે.

 

બ્રિટનીની લડતમાં પોતાનું સમર્થન આપતા રિયા ચક્રવર્તીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં #FreeBritney  લખ્યું હતું, તેણે પોપ સ્ટારને મુક્ત કરવા માટે અવાજ પણ ઉઠાવ્યો છે.

જાણો શું છે કન્ઝર્વેટર શીપ

કન્ઝર્વેટર શીપ તે લોકોને આપવામાં આવે છે જેઓ પોતાના વિશે નિર્ણય લઈ શકતા નથી, અને કોર્ટના આદેશથી બ્રિટનીની મિલકત અને તેના જીવનની અન્ય વસ્તુઓ તેના પિતા દ્વારા નક્કી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂત પર ફિલ્મ બનશે કે નહીં? પિતા ફરી પહોંચ્યા દિલ્હી હાઈકોર્ટ

જો કે, બ્રિટની હવે આથી નારાજ છે અને તે ઇચ્છે છે કે કન્ઝર્વેટરશીપ સમાપ્ત થાય. તાજેતરની સુનાવણી દરમિયાન, બ્રિટનીએ તેના પરિવાર વિશે મોટા અને આઘાતજનક ઘટસ્ફોટ કર્યા હતા. , બ્રિટનીએ જણાવ્યું કે તેમને પુનર્વસન માટે મોકલવામાં આવી છે. તેમની સંમતિ વિના તેમને દવાઓ આપવામાં આવી હતી. આ સિવાય તેના પોતાના પૈસા પર નિયંત્રણ નહોતું.

મૂલ્યાંકન વિના સમાપ્ત થાય કન્ઝર્વેટર શીપ

બ્રિટની કહે છે, ‘હું ઇચ્છું છું કે આ’ કન્ઝર્વેટર શીપ’કોઈપણ મૂલ્યાંકન વિના સમાપ્ત થાય.’ નિવેદનમાં તેમણે કાયદો અને વ્યવસ્થા અને તેના પિતાની નિંદા કરી છે. “કન્ઝર્વેટર શીપ મને સારું કરતાં વધારે નુકસાન પહોંચાડ્યું છે. હું વધુ સારું જીવન જીવવા લાયક છું.

આ પણ વાંચો :જો તું મારી સાથે 8 દિવસમાં લગ્ન નહિ કરે તો, રીના રોયે આવી ધમકી કોને આપી હતી ?

સિંગરે કહ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગે છે અને એક સંતાન પણ છે, પરંતુ ‘કન્ઝર્વેટર શીપ’ સિસ્ટમ તેને આવું કરવા દેતી નથી. સુનાવણી દરમિયાન, લગભગ 100 ચાહકો કોર્ટરૂમની બહાર એકઠા થયા હતા અને ‘બ્રિટની આઝાદ કરો’ અને ‘બ્રિટનીને આ જીવનમાંથી બહાર કાઢવા માટે પ્લેકાર્ડ્સ પકડતા જોવા મળ્યા હતા.

શું કહે છે પિતા

બ્રિટનીના પિતાના વકીલનું કહેવું છે કે તેના ક્લાયન્ટ જેમી હંમેશા પુત્રીની સંપૂર્ણ સંભાળ રાખે છે અને તેના પૈસાનો સંપૂર્ણ હિસાબ રાખે છે. જો તેની પુત્રી આનાથી નારાજ છે અને તેણીને આઝાદી જોઈએ છે, તો તેણી તેની સંરક્ષકતાનો અંત લાવી શકે છે.

આ પણ વાંચો :દીકરી વામિકાને લઈને અનુષ્કા શર્માએ લીધો મોટો નિર્ણય ,જાણો કયો

આપને જણાવી દઈએ કે બ્રિટનીના ચાહકો તેનો સંપૂર્ણ સમર્થન કરી રહ્યા છે. દરેક જણની માંગ છે કે બ્રિટનીને વહેલી તકે સ્વતંત્રતા આપવામાં આવે.