disproportionate property/ અપ્રમાણસર મિલકતના ગુનામાં વોર્ડ ઈન્સ્પેક્ટરની ધરપકડ

એસીબીની તપાસમાં તા.1.4.2010 થી 31.3.2020 દરમિયાન આરોપી રાણાએ ગેરકાયદે રીતે રૂ. 2,75,18,223 ની અપ્રમાણસર મિલકતો પોતાની પત્ની અને સંતાનોના નામે વસાવી હોવાનું બહાર આવ્યું હતું.  તે સિવાય સુનિલ રાણાની અન્ય રૂ. 40, 38,084 ની સંપત્તિ પણ……

Gujarat Trending
Beginners guide to 2024 03 14T144452.574 અપ્રમાણસર મિલકતના ગુનામાં વોર્ડ ઈન્સ્પેક્ટરની ધરપકડ

@Nikunj Patel

Ahmedabad News: સત્તાનો દુરૂપયોગ કરીને આવકના પ્રમાણમાં વધુ સંપત્તિ એકઠી કરવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સપેક્ટર સુનિલ કે. રાણાની ધરપકડ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓ વિભાગ મધ્ય ઝોન શાહપુર વોર્ડના વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂધ્ધ સત્તાનો દુરૂપયોગ કરી પોતાની આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એકઠી કરવાના તથાપોતાના સગા, સંબંધીઓના નામે સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ કરવા સંદર્ભે એસીબીમાં ગુનો નોંધાયો હતો.

એસીબીની તપાસમાં તા.1.4.2010 થી 31.3.2020 દરમિયાન આરોપી રાણાએ ગેરકાયદે રીતે રૂ. 2,75,18,223 ની અપ્રમાણસર મિલકતો પોતાની પત્ની અને સંતાનોના નામે વસાવી હોવાનું બહાર આવ્યું હતું.  તે સિવાય સુનિલ રાણાની અન્ય રૂ. 40, 38,084 ની સંપત્તિ પણ તપાસમાં મળી આવી હતી.

બીજીતરફ સુનિલ રાણાએ સિટી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે કોર્ટે નામંજુર કરી હતી. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટમાં પણ આગોતરા જામીનની અરજી કરી હતી. આ અરજી પણ હાઈકોર્ટે નામંજુર કરી હતી.

અંતે સુનિલ રાણા 14 માર્ચના રોજ એસીબીમાં હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી હતી.