Rajkot Gaming Zone Fire/ 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

રાજકોટ ગેમિંગ ઝોન (Rajkot Gaming Zone) અગ્નિકાંડમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ બહાર આવી છે કે તેમા એન્ટ્રી અને એક્ઝિટ માટે છથી સાત ફૂટનો એક જ રસ્તો હતો. આમ કોઈપણ સ્થિતિમાં જો તમે ત્યાં ફસાયા તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ ન હતો. તેમા પણ શનિવારે 99 રૂપિયાની સ્કીમ હતી, તેના લીધે ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા. હજી પણ ગુમ થયેલા 27 લોકોના મૃતદેહ મળ્યા નથી તે હકીકત છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 76 1 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન (Rajkot Gaming Zone) અગ્નિકાંડમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ બહાર આવી છે કે તેમા એન્ટ્રી અને એક્ઝિટ માટે છથી સાત ફૂટનો એક જ રસ્તો હતો. આમ કોઈપણ સ્થિતિમાં જો તમે ત્યાં ફસાયા તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ ન હતો. તેમા પણ શનિવારે 99 રૂપિયાની સ્કીમ હતી, તેના લીધે ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા. હજી પણ ગુમ થયેલા 27 લોકોના મૃતદેહ મળ્યા નથી તે હકીકત છે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. આગ  લાગવાની ઘટનામાં એટલી ભયંકર હતી કે, તેમાં 32 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 32 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. 32 લોકોના મોતથી સમગ્ર રાજકોટ શહેર હીબકે ચડ્યું છે. શહેરમાં સન્નાટો ફેલાઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 32 મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત મળતાં મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ છે કે ભાઈબહેન તથા સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. ડીએનએ ટેસ્ટ બાદ જ મૃતકોની ઓળખ થશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. અહીં પાછી બીજી મોકાણ ફાયર સેફ્ટીના સાધનોની હતી. તેમા ખામી હોવાની સ્પષ્ટપણ જણાઈ આવ્યું છે. તેના લીધે મૃત્યુઆંક આટલે ઊંચે ગયો છે.

રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક પછી એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો છે. સમગ્ર શહેર સ્તબ્ધ છે. માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત દસની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં આઇપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ  સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની રચના કરવામાં આવી છે.  અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ SITમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે SIT ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે.

ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,  રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ