Rajkot News/ રાજકોટમાં એક જ દિવસમાં બે ખેડૂતની આત્મહત્યા

રાજકોટમાં એક જ દિવસમાં બે ખેડૂતે આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામના ખેડૂતે આત્મહત્યા કરી છે. અરડોઈ ગામના ખેડૂત દિલીપ નાગજીભાઈ વિરડિયાનું મૃત્યુ થયું છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં એક જ દિવસમાં બે ખેડૂતે આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામના ખેડૂતે આત્મહત્યા કરી છે. અરડોઈ ગામના ખેડૂત દિલીપ નાગજીભાઈ વિરડિયાનું મૃત્યુ થયું છે. તેમણે પોતાની વાડીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે.  પોલીસે તેમની આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

તેમની આત્મહત્યાના પ્રારંભિક કારણોમાં તો પાક નિષ્ફળ જવાના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાય છે. જો કે પોલીસ તપાસ થયા પછી આત્મહત્યાનું સાચુ કારણ બહાર આવશે. સતત બે વખત દિલીપ વિરડીયાનો પાક નિષ્ફળ ગયો હતો. મૃતકનું સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આમ કમોસમી વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે અને ખેડૂતની આત્મહત્યાની સીઝન શરૂ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

આ પહેલાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગામે પણ ખેડૂતે આત્મહત્યા કરી હતી. રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ગામે કમોસમી માવઠાથી ભારે પાક નુકસાન પહોંચ્યુ હતું…ખેતમજૂર દાનાભાઈ રામજીભાઈ જાદવ ઉંમર વર્ષ 50 જેને આજે પાક નુકસાની જવાથી પોતાના નિવાસસ્થાને રેવાણીયા ગામે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે…આ અંગે તેમના પરિવારનું કહેવાનું એવું છે કે ગયા વર્ષે પણ પાકમાં  નુકસાન ગયું હતું .અને આ વર્ષે પણ પાકમાં નુકસાન થયું છે, .જેથી આર્થિક રીતે સ્થિતિ ખરાબ થતાં આ ખેડૂતે પોતાનો જીવ આપી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Rajkot News/560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા, રાજકોટની કૌભાંડી ત્રિપુટીએ રચ્યો ખેલ

આ પણ વાંચો: Rajkot News/રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા

આ પણ વાંચો: Rajkot News/રાજકોટ મેટોડા GIDC ફેકટરીમાં ભીષણ આગ, 2 હજાર જેટલા કામદારો ઘટના સ્થળે હતાં હાજર…..