Not Set/ ભારતીય રોડ પર એકવાર ફરી દોડતું જોવા મળશે બજાજનું ચેતક સ્કૂટર, જુઓ ફર્સ્ટ લુક

ઘણા દાયકાઓથી ભારત પર રાજ કરનારી ઓટો કંપની બજાજ પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર બહાર પાડવા જઇ રહ્યુ છે. આ વખતે કંપની આ સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં રજૂ કરી રહી છે. કંપનીએ તેને ઘણા આકર્ષક રંગો અને સુવિધાઓ સાથે માર્કેટમાં ઉતાર્યુ છે. આ નવી ચેતકમાં કંપનીએ સલામતીની દ્રષ્ટિએ ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ આપી છે. આ સ્કૂટરમાં કંપનીએ ડિજિટલ […]

Tech & Auto
Bajaj Chetak Electric ભારતીય રોડ પર એકવાર ફરી દોડતું જોવા મળશે બજાજનું ચેતક સ્કૂટર, જુઓ ફર્સ્ટ લુક

ઘણા દાયકાઓથી ભારત પર રાજ કરનારી ઓટો કંપની બજાજ પોતાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર બહાર પાડવા જઇ રહ્યુ છે. આ વખતે કંપની આ સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્વરૂપમાં રજૂ કરી રહી છે. કંપનીએ તેને ઘણા આકર્ષક રંગો અને સુવિધાઓ સાથે માર્કેટમાં ઉતાર્યુ છે.

આ નવી ચેતકમાં કંપનીએ સલામતીની દ્રષ્ટિએ ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ આપી છે. આ સ્કૂટરમાં કંપનીએ ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ આપી છે, જેમાં ઓડોમીટર, ટ્રીપમીટર અને બેટરી રેન્જ વિશેની માહિતી મળશે. આ ચેતકમાં, ઇન્સ્ટ્રૂમેન્ટ પેનલ બ્લૂટૂથ કનેક્ટિવિટી વારાફરતી નેવિગેશન માટે સપોર્ટ કરશે. આ નવી ચેતકનું સ્ટાઇલ કંઈક અંશે કંપનીનાં જૂના ચેતક જેવું જ છે. આ સ્કૂટરમાં કર્વ સાઇડ પેનલ્સ, વાઇડ ફ્રન્ટ એપ્રોન, મોટા રીઅર વ્યૂ મિરર, ફ્રન્ટ અને રીઅર ડિસ્ક બ્રેક્સ, એલઇડી હેડલેમ્પ્સ અને ટેલ લાઇટ છે.

બજાજનું ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. તેના બે પ્રકારો ઇકો અને સ્પોર્ટ મોડ છે. બજાજ ઓટો ઇકો મોડમાં 95 કિમીની રેન્જ આપશે જ્યારે સ્પોર્ટ મોડમાં આ સ્કૂટર 85 કિમીની રેન્જ આપશે. આ સિવાય સ્કૂટર 6 કલર ઓપ્શનમાં મળશે.

જો કે આ બજાજ સ્કૂટરની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ અપેક્ષા છે કે શોરૂમની કિંમત 1 લાખ રૂપિયાની નજીક હોઈ શકે છે. બજાજ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટર જાન્યુઆરી 2020 માં લોન્ચ થશે અને ત્યારબાદ કંપની તેની કિંમત જાહેર કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોન્ચ થયા પછી જ આ સ્કૂટરની સંપૂર્ણ વિશિષ્ટતાઓ બહાર આવશે. અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની પાછળથી નવું બજાજ ચેતક આઈસીઈ પાવર્ડ કન્વેન્શનલ પણ લોંચ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.