Not Set/ બુગાટી શિરોન બની દુનિયાની સૌથી ઝડપી કાર, જાણો

બુગાટીની સુપર કાર શિરોને સ્પીડની દ્રષ્ટિએ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે બગાટી શિરોન પ્રથમવાર સામે આવી, ત્યારે કારે 420 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. પરંતુ આ વખતે કારે તેની જૂની ગતિને માત આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેટલાક ફેરફારો બાદ, બુગાટી શિરોને 490.48 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને વિશ્વની સૌથી […]

Tech & Auto
04 SS300P Ehra Lessien WEB બુગાટી શિરોન બની દુનિયાની સૌથી ઝડપી કાર, જાણો

બુગાટીની સુપર કાર શિરોને સ્પીડની દ્રષ્ટિએ એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે બગાટી શિરોન પ્રથમવાર સામે આવી, ત્યારે કારે 420 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. પરંતુ આ વખતે કારે તેની જૂની ગતિને માત આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કેટલાક ફેરફારો બાદ, બુગાટી શિરોને 490.48 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડીને વિશ્વની સૌથી ઝડપી કારનું બિરુદ મેળવ્યુ છે.

Image result for bugatti chiron

શિરોન 300 માઇલ પ્રતિ કલાકની ઝડપને મેળવનાર પહેલી કાર બની છે. શિરોને જર્મનીમાં ફોક્સવેગન ગ્રુપનાં ગુપ્ત પરીક્ષણ ટ્રેક પર રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ શિરોનનાં માનક સંસ્કરણ દ્વારા નહીં પરંતુ સંશોધિત સંસ્કરણ દ્વારા બનાવવામાં આવ્યો છે. કારમાં વધારાનાં સલામતી સેલ, એરોડાયનેમિકમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. શિરોનનાં આ વેરિઅન્ટની લંબાઈ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટનાં મુકાબલે 25 સેમી વધારે છે. કારની ગતિ વધારવા માટે, તેમા ક્રોસ સેક્શનને ઘટાડવામાં આવ્યુ છે. તેમજ તેમાં એક નવા એક્ઝોસ્ટ સેટઅપ આપવામાં આવ્યા છે. બુગાટી શિરોનનાં આ વેરિઅન્ટમાં 8.0 લિટર ક્વોડ ટર્બો ડબ્લ્યૂ 16 એન્જિન આપવામાં આવેલ છે, જે 1,578 બીએચપી પાવર પ્રદાન કરે છે.

આ વેરિએન્ટનાં મુકાબલામાં આ વેરિઅન્ટની તાકાત 100 બીએચપી વધારે છે. ઓલ વ્હીલ ડ્રાઇવવાળી આ કારમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવેલ છે. બુગાટી શિરોન સ્ટાન્ડર્ડની કિંમત 30 લાખ ડોલરથી શરૂ થાય છે, જ્યારે તેનુ સ્પોર્ટ્સ વેરિએન્ટ્સ 32.6 લાખ ડોલરથી શરૂ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર માત્ર 1 સેકન્ડમાં 136 મીટરની રેન્જને કવર કરી લે છે. આ જ ટ્રેક પર 1998 માં, એક બ્રિટિશ ડ્રાઈવરે 391 કિ.મી.ની ઝડપે મેક્લેરન એફ 1 કાર ચલાવી હતી. આ પહેલા, બુગાટી શિરોન પોતે 420 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાનો રેકોર્ડ બનાવી ચુકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.