આપણે અવરા-નવાર સ્માર્ટફોન ફાટવાના અથવા તેમા આગ લાગી હોવાના સમાચાર સાંભળવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં, યૂઝર્સ સ્માર્ટફોન બ્લાસ્ટને કારણે પણ મૃત્યુ પણ પામે છે. આ લાંબા સમયથી સંશોધકો માટે ચિંતાનો વિષય બન્યો હતો. હવે આ સંશોધકોએ લિથિયમ બેટરીની શોધ કરી છે જેમાં આગ કે બ્લાસ્ટ નહીં થાય.
આ બેટરી ટેકનોલોજી યુ.એસ.નાં સંશોધનકારો દ્વારા વિકસિત કરવામાં આવી છે. તે એક ફ્લેક્સિબલ લિથિયમ બેટરી છે જે સંપૂર્ણપણે ફાયર પ્રૂફ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે પહેલા આવનારી બેટરીની જેમ જ કામ કરશે, પરંતુ અન્ય રાસાયણિક પ્રોપર્ટીઝની સાથે તે કામ કરશે.
આ સમયે જે લિથિયમ બેટરીનો ઉપયોગ થાય છે તે આપણી દરેક બાજુએ હાજર છે. કારની બેટરી હોય કે સ્માર્ટફોન, આપણે દરેક જગ્યાએ લિથિયમ બેટરીથી ઘેરાયેલા છીએ. આ બેટરીઓમાં ઉર્જા જે ટેકનોલોજી પર સંગ્રહિત કરવામાં આવતી હતી તે હંમેશા શંકામાં રહેતી હતી. સામાન્ય રીતે ફોનમાં બ્લાસ્ટ ઓવર હીટિંગનાં કારણે થાય છે, પરંતુ તે પણ સાચું છે કે આ લિથિયમ બેટરી જ્વલનશીલ સામગ્રીથી બનેલી છે.
અમેરિકાની જ્હોન હોપ્કિન્સ અપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીનાં સંશોધકોએ આ સામાન્ય સમસ્યાને પહોંચી વળવા ‘ફ્લેક્સિબલ લિથિયમ આયર્ન બેટરી’ શોધી કાઢી છે. સંશોધનકર્તા કહે છે કે તેમાં વપરાતી ટેકનોલોજી અને વિશેષ સામગ્રી એક સલામત બેટરી બનાવે છે જે ખરાબ પરિસ્થિતિમાં પણ આગને પકડતી નથી.
સંશોધનકાર્તા આ બેટરીને શક્ય તેટલી વહેલી તકે પ્રોટોટાઇપ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેના મારફતે તેઓ બેટરીનાં રિયસ વર્લ્ડ પરપોર્મન્સને વધુ સારી રીતે સમજવા માંગે છે. આ કામ આગામી એક વર્ષમાં કરવામાં આવશે. સંશોધનકાર્તાઓને આ સંશોધનમાં સકારાત્મક પ્રતિસાદ મળવાની આશા છે. તેની સફળતા પર, તે દિવસ દૂર નથી જ્યારે આપણા લિથિયમ બેટરી સંચાલિત ઉત્પાદનો આજની તુલનામાં વધુ સુરક્ષિત બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.