Not Set/ ભારતના 13 VVIPના iPhone રહસ્યમય માલવેર દ્વારા થયા હેક

ભારતના 13 અતિવિશેષ લોકોના iPhone હેક થયા હોવાની આશંકા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે iPhone માંથી મેસેજ, વ્હોટ્સએપ, લોકેશન, ચેટ લોગ, ફોટાઓ અને કોન્ટેક્ટ્સ જેવી જાણકારીઓ ચોરાઈ ગઈ છે. જોકે, હજુ સુધી આ 13 લોકોની ઓળખાણ થઇ શકી નથી. કમર્શિયલ થ્રેટ ઇન્ટેલિજન્સ ગ્રુપ સિસ્કો ટાલોઝના સંશોધકોએ શોધ્યું કે ઉચ્ચસ્તરીય ટાર્ગેટેડ હુમલો કરીને આ […]

Top Stories India Tech & Auto
ભારતના 13 VVIPના iPhone રહસ્યમય માલવેર દ્વારા થયા હેક

ભારતના 13 અતિવિશેષ લોકોના iPhone હેક થયા હોવાની આશંકા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે iPhone માંથી મેસેજ, વ્હોટ્સએપ, લોકેશન, ચેટ લોગ, ફોટાઓ અને કોન્ટેક્ટ્સ જેવી જાણકારીઓ ચોરાઈ ગઈ છે. જોકે, હજુ સુધી આ 13 લોકોની ઓળખાણ થઇ શકી નથી. કમર્શિયલ થ્રેટ ઇન્ટેલિજન્સ ગ્રુપ સિસ્કો ટાલોઝના સંશોધકોએ શોધ્યું કે ઉચ્ચસ્તરીય ટાર્ગેટેડ હુમલો કરીને આ લોકોના iPhoneને એક સંદિગ્ધ એપ્લિકેશનની મદદથી ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.

who are the hackers 1200x627 e1531558606184 ભારતના 13 VVIPના iPhone રહસ્યમય માલવેર દ્વારા થયા હેક

સિસ્કો એક્સપર્ટ્સને આશંકા છે કે iPhoneમાં ચોરી કરનારાઓ ભારતમાં હોય શકે છે. પરંતુ એણે ખુદને રશિયન હોવાનું દર્શાવવાની કોશિશ કરી છે. આ પુરી ગતિવિધિમાં એણે રશિયન નામ અને રશિયન ડોમેનનો ઉપયોગ કર્યો છે. આ કાવતરાને અંજામ આપવાવાળાની બે પર્સનલ ડિવાઇસમાં ભારતના વોડાફોન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Google Released A Hacking Tool To Find Bugs In iPhone e1531558700143 ભારતના 13 VVIPના iPhone રહસ્યમય માલવેર દ્વારા થયા હેક

ટાલોઝ ઇન્ટેલિજન્સ બ્લોગમાં એક્સપર્ટે દાવો કર્યો કે iPhone પર હુમલો કરવાવાળાએ એક ઓપન સોર્સ મોબાઈલ ડિવાઇસ મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરી હતી. જેની મદદથી 13 ડિવાઇસ સુધી તેઓ પહોંચી શક્યા હતા. ટાલોઝ સિક્યોરિટીના ટેક્નિકલ લીડર વોરન મરસરે કહ્યું કે અટેકરે વૈધાનિક એપ્સ જેવી કે વોટ્સએપ અને ટેલિગ્રામમાં અલગથી ફીચર્સ જોડવાની એક નિશ્ચિત ટેક્નિક વાપરી હતી. ત્યારબાદ ટાર્ગેટ કરેલા 13 iPhoneમાં મોકલવામાં આવ્યું હતું.

iphone hacking e1531558767888 ભારતના 13 VVIPના iPhone રહસ્યમય માલવેર દ્વારા થયા હેક

અટેકર્સે ફોન નંબર, સિરિયલ નંબર, લોકેશન, કોન્ટેક્ટ્સ, યુઝરના ફોટો, એસએમએસ, ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટના મેસેજની પણ ચોરી કરી હતી. એમના મુજબ iPhone  માંથી જે ડેટા ચોરવામાં આવ્યો છે, એનો ઉપયોગ માલિકોને બ્લેકમેલ કરવામાં અથવા લાંચ માંગવામાં કરવામાં આવી શકે છે. આ ઓપરેશન ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું. તેમ છતાં કોઈને પણ ખબર પડી શકી નહતી.