Rajsthan/ રાજસ્થાન સરકારે 200 ધારાસભ્યોને આઈફોન-13 ગિફટ કર્યા, ભાજપે કર્યા પરત

રાજસ્થાનની કોંગ્રેસ સરકારે બુધવારે વર્ષ 2022-23 અંતર્ગત બજેટ જાહેર કર્યું છે. ત્યારબાદ તમામ ધારાસભ્યોને આઈફોન-13 ગિફટ કર્યા હતા. વિપક્ષ ભાજપના ધારાસભ્યો દ્વારા આ ગિફટ સરકારને પરત કરવામાં આવ્યા હતા

Top Stories India
iphone

રાજસ્થાનની કોંગ્રેસ સરકારે બુધવારે વર્ષ 2022-23 અંતર્ગત બજેટ જાહેર કર્યું છે. ત્યારબાદ તમામ ધારાસભ્યોને આઈફોન-13 ગિફટ કર્યા હતા. વિપક્ષ ભાજપના ધારાસભ્યો દ્વારા આ ગિફટ સરકારને પરત કરવામાં આવ્યા હતા. જેમાં એક આઈફોનની કિંમત અંદાજે રુ. 70,000 હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો: આદિત્ય ઠાકરેનો દાવો, યોગી આદિત્યનાથ ચૂંટણી પછી પૂર્વ મુખ્યમંત્રી બનશે

આ અંગે રાજસ્થાન ભાજપ પ્રમુખ સતીષ પુનિયાએ જણાવ્યું કે, ગુલાબ કટારીયા અને અન્ય ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપે આ નિર્ણય રાજ્ય સરકારને આર્થિક બોજો ન પડે તે માટે લીઘો છે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ સરકારે વર્ષ 2021માં બજેટ રજૂ કર્યા બાદ તમામ 200 ધારાસભ્યોને આઈ-પેડ પણ ભેટમાં આપ્યા હતા. રાજસ્થાનનું વર્ષ 2022-23નું બજેટ ગઈકાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સત્ર પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યોને આઈફોન-13 સાથે એક બ્રિફકેસ પણ આપવામાં આવી હતી.

cm

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમે વિઘાનસભાને પેપરલેસ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે આઈફોન-13 ખૂબ ઉપયોગી નિવડશે. જેનાથી આપણો કિંમતી સમય પણ બચશે અને નવી ટેકનોલોજીની પણ આવશ્યકતા આગળ જતા પડવાની જ છે. જેના પર ભાજપના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીએ કહ્યું કે, એ સારી બાબત છે કે રાજસ્થાન સરકારે પેપરલેસ થઈને હાઈટેક બનવાનો નિર્ણય લીધો છે, પરંતુ એક આઈફોન પર આટલી મોટી રકમનો ખર્ચ કરવો, તે પણ જ્યારે રાજ્યની અર્થવ્યવસ્થા ખરાબ પરિસ્થિતિમાં છે, તે બિલકુલ વ્યાજબી નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ વર્ષે મહેસુલ પણ ઓછું મળ્યું હોવાથી આવા તાયફાઓ કરવા કેટલે અંશે યોગ્ય છે? રાજસ્થાન વિઘાનસભામાં 200માંથી 71 જેટલા ભાજપના ધારાસભ્યો છે.

આ પણ વાંચો:યુક્રેને PM મોદી પાસે માંગી મદદ, રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાજદૂતની ભારતને અપીલ

આ પણ વાંચો:રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો