Not Set/ અમદાવાદ: ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

અમદવાદ, અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એસજી હાઈવે, થલતેજ, સોલા, ગોતા, શિવરંજની, બોડકદેવ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા. શહેરમાં વહેલી સાવરથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા […]

Ahmedabad Top Stories Gujarat
yge 6 અમદાવાદ: ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને મળી ગરમીથી રાહત

અમદવાદ,

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડું સોમવારે બપોરે નબળું પડતાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. એસજી હાઈવે, થલતેજ, સોલા, ગોતા, શિવરંજની, બોડકદેવ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા.

શહેરમાં વહેલી સાવરથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે શહેરીજનોએ વાતાવરણમાં ઠંડકનો અનુભવ કર્યો.

મહત્વનું છે કે રાજ્યભરમાં મેઘરાજાને એન્ટ્રી થઈ ચુકી છે  અને વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘો મન મુકીને વરસી રહ્યો છે.

વરસાદ પડતા મણીનગરના જવાહર ચોક પાસે આવેલ વલ્લભ વાડી નજીક એક મોટું ઝાડ ભારે પવનના કરને પડી ગયું હતું. જેને પગલે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોનોને ડાયવર્ઝન આપીને ટ્રાફિક વળાયો હતો. જો કે ઝાડ પડતા કોઈ જાનહાની થઇ નથી.