Not Set/ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી અનુપ કુમારે કબડ્ડીને કહ્યું અલવિદા

 દિલ્લી  ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડીએ કબડ્ડીને અલવિદા કહી દીધું છે. વર્ષ ૨૦૧૧૬માં સાઉથ એશિયાઈ ખેલમાં શ્રીલંકા વિરુદ્ધની મેચમાં તેમણે કેરિયરની શરૂઆત કરી હતી. Bonus Ka Badshah 🙌 Captain Cool 😎@IamAnupK – Game se retired, dilon se nahi! ❤️ pic.twitter.com/ovJ5V8DbZQ— ProKabaddi (@ProKabaddi) December 19, 2018 વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ […]

Top Stories India Trending Sports
former india skipper anup kumar bids adieu to kabaddi1545245755 ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી અનુપ કુમારે કબડ્ડીને કહ્યું અલવિદા

 દિલ્લી 

ભારતીય કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડીએ કબડ્ડીને અલવિદા કહી દીધું છે. વર્ષ ૨૦૧૧૬માં સાઉથ એશિયાઈ ખેલમાં શ્રીલંકા વિરુદ્ધની મેચમાં તેમણે કેરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમના સદસ્ય અનુપ કુમાર રહી ચુક્યા છે.

Related image

૨૦૧૪માં અનુપ કુમારના નેતૃત્વ હેઠળ ભારતે ૨૦૧૬માં વિશ્વ કપ પણ જીત્યો હતો.

નિવૃત્તિ જાહેર કરતા અનુપ કુમારે કહ્યું હતું કે મેં જયારે કબડ્ડી રમવાનું શરુ કર્યું હતું ત્યારે તે ફક્ત મારો શોખ હતો. જે સમય સાથે મારી જિંદગીનો અગત્યનો હિસ્સો બની ગયો હતો. તેમણે કહ્યું હતું કે તેમનું સપનું દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ગોલ્ડ મેડલ જીતવું હતું.

તે ઘણા ભાગ્યશાળી છે કે તેમને આ સપનું સાચું કરવાનો મોકો મળ્યો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યમાં તેઓ શું કરશે તેને લઈને કોઈ યોજના નથી બનાવી પરંતુ તેઓ ક્યારેય કબડ્ડીથી દૂર નહી જાય.

એટલું જ નહી પણ બાળકોને પણ કબડ્ડી માટે તૈયાર કરી શકે છે.