ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આજે 32 વર્ષનો થઈ ગયો છે. કોહલી હાલમાં યુએઈમાં છે અને આઈપીએલ 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની કમાન સંભાળી રહ્યો છે. તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ યુએઈ પહોંચી છે અને ટીમનો ઉત્સાહ વધારવા માટે મેદાન પર પહોંચી છે. અનુષ્કા શર્માએ આરસીબીની આખી ટીમ સાથે વિરાટનો જન્મદિવસ ઉજવ્યો છે.
https://www.instagram.com/p/CHMkcYqJqmO/?utm_source=ig_web_copy_link
આરસીબી ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો 32 મો જન્મદિવસ ટીમ સાથે ઉજવ્યો, જ્યાં તેની પત્ની અનુષ્કા શર્મા પણ તેમની સાથે દેખાઇ રહી છે. કોહલીના જન્મદિવસની ઉજવણી કરતા ડેલ સ્ટેને તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં વિરાટ કોહલી તેની ટીમના સાથીઓ સાથે ઉભો જોવા મળે છે અને દરેક જણ તેમના પર કેક લગાવવા માટે તલપાપડ દેખાઈ રહ્યું છે. કોહલીની પત્ની અનુષ્કા પણ ત્યાં હાજર છે.
આ પણ વાંચો :ગૌહર ખાને ઝૈદ દરબાર સાથેના રિલેશન પર લગાવી મહોર, સગાઈનો પહેલો ફોટો કર્યો શેર
https://www.instagram.com/p/CHMazDupawK/?utm_source=ig_web_copy_link
જણાવીએ કે અનુષ્કા ગર્ભવતી છે અને કોહલીના બાળકની માતા બનવા જઈ રહી છે, વિરાટ અને અનુષ્કાએ જાતે જ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી.
આ પણ વાંચો : ચાલતી ટ્રેનમાં બાળકે બતાવ્યો ખતરનાક સ્ટંટ, જોઇને તમારા ઉડી જશે હોશ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ વર્ષે પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરવામાં સફળ રહી છે. આ ટીમ શુક્રવારે (6 નવેમ્બર) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેની એલિમિનેટર મેચ રમવાની છે. કોહલીની અધ્યક્ષતામાં રમનારી ટીમે આઈપીએલ 2020 માં રમવામાં આવેલી 14 મેચમાંથી 7 મેચ જીતી હતી, જ્યારે આ જ મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીની ટીમને તેની છેલ્લી ચાર મેચોમાં સતત પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
