Bollywood/ બેબી બમ્પ સાથે કરીના કપૂરના યોગા જોઇને નહીં હટે નજર, શેર કર્યો હોટ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક એવી અભિનેત્રી છે જે પોતાની પ્રેગ્નન્સીને લઇને એકદમ કુલ છે અને આ સમયગાળાની ખુબ જ મજા માણી રહી છે. બેબો તસવીર શેર કરીને તેના ચાહકોને તમામ અપડેટ્સ આપતી રહે છે. કરીનાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે યોગા કરતી જોવા મળી રહી છે. બેબોની આ તસવીરો વાયરલ થઈ […]

Entertainment

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન એક એવી અભિનેત્રી છે જે પોતાની પ્રેગ્નન્સીને લઇને એકદમ કુલ છે અને આ સમયગાળાની ખુબ જ મજા માણી રહી છે. બેબો તસવીર શેર કરીને તેના ચાહકોને તમામ અપડેટ્સ આપતી રહે છે. કરીનાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે યોગા કરતી જોવા મળી રહી છે. બેબોની આ તસવીરો વાયરલ થઈ રહી છે અને કરીના કપૂર ખાન ટ્વિટર પર ટ્રેન્ડમાં છે.

 

બ્લેક ડ્રેસમાં કરીના યોગની સ્થિતિમાં છે. આ તસવીરોમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

Kareena Kapoor Latest pregnancy Photoshoot

કરીનાએ ફોટો સાથે લખ્યું હતું- કરંટ મૂડ- મેક્સિમમ સ્ટ્રેચ. તમને જણાવી દઈએ કે, કરીનાની આ તસવીરો ફોટોશૂટનો એક ભાગ છે. કરીના તાજેતરમાં જ તેના નવા મકાનમાં શિફ્ટ થઈ છે, જે તેણે તસવીરો દ્વારા બતાવ્યું હતુ.

Kareena Kapoor Latest pregnancy Photoshoot

કરીના તેની બીજી ગર્ભાવસ્થાના અનુભવને પુસ્તક દ્વારા શેર કરી રહી છે, જેની જાહેરાત તેણે તૈમૂરના જન્મદિવસ પર કરી હતી. આ પુસ્તકનું નામ કરીના કપૂર ખાન ગર્ભાવસ્થા બાઇબલ રાખવામાં આવ્યું છે. આ વર્ષે આ પુસ્તક બહાર પાડવામાં આવશે. કરીનાએ લખ્યું – તમામ મહિલાઓ કે જેઓ માતા બનવા જઈ રહી છે, તેના માટે કરીના કપૂરના ગર્ભાવસ્થાના બાઇબલની જાહેરાત કરવાનો યોગ્ય દિવસ છે. હું આ પુસ્તકમાં સવારની સિકનેસ અને ફઇટનેસ વિશેના આહાર વિશે વાત કરીશ. તમે વાંચવા માટે રાહ જુઓ…

Kareena Kapoor Latest pregnancy Photoshoot

જગરનાટ પબ્લિશિંગ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. કરીના અને સૈફે ગયા વર્ષે ઓગસ્ટમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેના પિતા રણધીર કપૂરે કહ્યું હતું કે બેબો માર્ચ 2021 માં જન્મ આપી શકે છે.

કરીનાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે હવે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢામાં જોવા મળશે. ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ બેબો દ્વારા સમાપ્ત કરવામાં આવ્યું હતું.