Not Set/ ફિલ્મ ‘સોનચિડિયા’નું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ, ડાકુના લુકમાં જોવા મળશે સુશાંત..

મુંબઈ  સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ ‘સોનચિડિયા‘ માં ચંબલના ડાકુની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાંઆવ્યું હતું. આમાં સુશાંત, રણવીર શૌરી અને અન્ય કલાકારો ચંબલના ડાકુનીની ભૂમિકામાં જોવા મળશે. બોલિવૂડ ફિલ્મ ટ્રેડના એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર પોસ્ટર શેર કર્યું છે.આ લુકમાં સુશાંત ખરેખર તેના ચાહકો માટેનો એક ટ્રીટ છે, કારણ કે […]

Entertainment

મુંબઈ 

સુશાંત સિંહ રાજપૂતની આગામી ફિલ્મ ‘સોનચિડિયા‘ માં ચંબલના ડાકુની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરવામાંઆવ્યું હતું. આમાં સુશાંત, રણવીર શૌરી અને અન્ય કલાકારો ચંબલના ડાકુનીની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડ ફિલ્મ ટ્રેડના એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર પોસ્ટર શેર કર્યું છે.આ લુકમાં સુશાંત ખરેખર તેના ચાહકો માટેનો એક ટ્રીટ છે, કારણ કે અત્યાર સુધીમાં સુશાંત પોતાની ફિલ્મોમાં આવા રફ લુકમાં જોવા મળ્યો નથી.

આપને જણાવી દઈએ કે  આ ફિલ્મનું શૂટિંગ ચંબલમાં થઇ રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતે પણ ફિલ્મની શરૂઆત કરતા પહેલાં ચંબલના બીહ્ડોની તસ્વીર શેર કરી હતી.

આ ફિલ્મમાં, સુશાંત સાથે અભિનેત્રીની ભૂમિ પેડનેકર લીડ રોલમાં જોવા મળશે. ભૂમિએ પણ ચંબલમાં શૂટિંગ દરમિયાન તેના ઇન્સ્ટા પર ર્ક ફોટો શેર કર્યો હતો. ફિલ્મમાં, મનોજ બાજપેયી, આશુતોષ રાણા અને રણવીર શૌરી જેવા એક્ટર સાથે જોવા મળશે. પ્રદર્શન પણ અભિનય જોશે.