Gujarat/ યાત્રાધામ ડાકોર તા.27 થી તા.29 સુધી રહેશે બંધ

જીલ્લા કલેકટર દ્વારા ફાગણી પુનમનો મેળો પણ બંધ રાખવા કરાયો નિર્દેશ, અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રીઓને ડાકોર નહિ આવવા કલેકટરનો નિર્દેશ

Ahmedabad Gujarat
dakor યાત્રાધામ ડાકોર તા.27 થી તા.29 સુધી રહેશે બંધ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાંથી લાખો લોકો રણછોડરાયજીના દર્શનાથે આવતા હોય છે. ફરી સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને જીલ્લા કલેકટર દ્વારા તા.27 થી તા.29 સુધી ડાકોર મંદિર બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

Ranchhodraiji Maharaj Mandir Dakor યાત્રાધામ ડાકોર તા.27 થી તા.29 સુધી રહેશે બંધ

ફાગણી પુનમના દિવસે અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્ર્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શનાર્થે પગપાળા જતા હોય છે. આ વખતે સમગ્ર રાજ્યમાં ફરી વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેકટર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમાં તા.27,28 અને 29 એમ ત્રણ દિવસ ડાકોર મંદિર તેમજ મેળો બંધ રાખવાનો નિર્દેશ કલેકટર દ્વારા કરવામાં આવ્યો  છે. સાથે કલેકટર દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી આવતા શ્ર્ધાળુઓ તેમજ પદયાત્રિકોને પણ નહિ આવવા માટે ખાસ સુચન કરવામાં આવ્યું છે.