Not Set/ Mann Ki Baat : વડા પ્રધાન મોદીએ કરી મનની વાત, જાણો શું કહે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે માસિક રેડિયો કાર્યક્રમમાં મન કી બાત કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળમાં આ તેમનો ત્રીજો મન કી બાત કાર્યક્રમ છે. આ કાર્યક્રમને તમે ઓલ ઇન્ડિયા રેડિયો, ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ અને ડીડી ભારતી પર સાંભળી શકાય છે. કલમ 370 નાં હટતા પહેલા કાશ્મીરમાં મન કી બાતનો બીજો કાર્યક્રમ […]

India
mannkibattnarendra 1000 6 Mann Ki Baat : વડા પ્રધાન મોદીએ કરી મનની વાત, જાણો શું કહે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે માસિક રેડિયો કાર્યક્રમમાં મન કી બાત કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળમાં આ તેમનો ત્રીજો મન કી બાત કાર્યક્રમ છે. આ કાર્યક્રમને તમે ઓલ ઇન્ડિયા રેડિયો, ડીડી નેશનલ, ડીડી ન્યૂઝ અને ડીડી ભારતી પર સાંભળી શકાય છે.

કલમ 370 નાં હટતા પહેલા કાશ્મીરમાં મન કી બાતનો બીજો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, જે લોકો દેશમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તેમના હેતુમાં કદી સફળ નહીં થાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, બોમ્બ અને ગોળીઓની મજબૂતાઈ કરતાં વધુ શક્તિ વિકાસમાં છે. આપને જણાવી દઇએ કે દર મહિનાનાં અંતિમ રવિવારે આ કાર્યક્રમ પ્રસારિત થાય તે માટે દેશનાં સામાન્ય નાગરિકો પાસેથી અભિપ્રાયો અને સૂચનો માંગવામાં આવતા હોય છે.

પીએમ મોદી મનની કી બાત માં બોલ્યા

15 ઓગષ્ટનાં રોજ લાલ કિલ્લાથી મે કહ્યું હતું કે, જે ઉત્સાહ અને શક્તિથી સવા સૌ કરોડ દેશવાસીઓએ સ્વચ્છતા માટે અભિયાન ચલાવ્યું. ખુલ્લા શૌચથી મુક્તિ માટે કામ કર્યું હતું. એ જ રીતે, આપણે એક સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સમાપ્ત કરવો પડશે.

ઘર હોય કે શેરીઓ, ચોક કે ગટર, શાળાઓ, કોલેજોથી માંડીને તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતાનું મહાન અભિયાન શરૂ કરવુ પડશે અને આ વખતે પ્લાસ્ટિક ઉપર ખાસ ભાર મૂકવો જોઇએ.

વડા પ્રધાને આગ્રહ કર્યો કે જ્યારે તેઓ ગાંધી સાથે સંબંધિત સ્થળોએ જાય છે, ત્યારે તેમણે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાની રહેશે જેથી, અન્ય લોકો પણ તેમનાથી પ્રેરાઇ શકે અને આ સાથે તેમની લાગણીઓને વ્યક્ત કરતા બે-ચાર વાક્યો પણ લખે.

પ્રધાનમંત્રીએ લોકોને આગ્રહ કર્યો કે તે આવનારા સમયમાં મહાત્મા ગાંધીથી જોડાયેલી કોઇ એક જગ્યાની યાત્રા જરૂર કરે. જેમ કે પોરબંદર છે, સાબરમતી આશ્રમ, ચંપારણ, વર્ધાનો આશ્રમ અને દિલ્હીમાં મહાત્મા ગાંધીથી જોડાયેલા સ્થાન.

વડા પ્રધાને દેશવાસીઓને આગ્રહ કર્યો કે તે ગાંધી 150 ને આ રીતે ન જવા દે, પોતાને પૂછો, વિચાર કરો, મંથન કરો, સામૂહિક રીતે વાત કરે અને આ સમગ્રમાં, ગાંધી 150 નાં કાર્યક્રમોમાં પણ સામૂહિકતા પણ હોય અને સેવા પણ હોય.

વડા પ્રધાને મહાત્મા ગાંધીનાં મહાન કાર્યો વિશે જણાવ્યું અને કહ્યું કે, ભારત બીજા મોટા ઉત્સવની તૈયારી કરી રહ્યું છે અને તેની ચર્ચા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થાય છે. હું મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની વાત કરી રહ્યો છું. વડા પ્રધાને કહ્યું કે, મહાત્મા ગાંધી અગણિત ભારતીયોનો અવાજ બન્યા હતા પરંતુ તેઓ માનવ મૂલ્યો અને માનવીય ગૌરવ માટેની રીતે વિશ્વનો અવાજ બન્યા હતા. સમાજ સેવા આ એ ભાવના કે જે આપણે વ્યવહારિક જીવનમાં લાવવાની છે. સાચા અર્થમાં, આ મહાત્મા ગાંધીને આપણી સાચી શ્રદ્વાંજલિ છે, સાચી કાર્યાજલિ છે.

2 ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધી જયંતિનાં 150 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં તેમણે બાપુને યાદ કરતાં કહ્યું કે, આપણે બાપુનાં સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનુ છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે, આપણે સાથે મળીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવો પડશે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, હુ જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છુ ત્યારે મારુ ધ્યાન બે મોહન તરફ જાય છે, એક સુદર્શન ચક્રધારી મોહન અને બીજા ચરખાધારી મોહન. તેમણે કહ્યુ કે, મહાત્મા ગાંધીને સત્ય સાથે અતૂત સંબંધ હતો. સાથે તેમણે કૃષ્ણ જન્મોત્સવની વાત કરતા કહ્યુ કે, કોઇ કલ્પના કરી શકે છે કે તે કેવુ વ્યક્તિત્વ હશે જે આજે હજારો વર્ષો બાદ પણ સમસ્યાઓનું સમાધાન માટે ઉદાહરણ આપી શકે છે. આજે દરેક વ્યક્તિ શ્રી કૃષ્ણનાં જીવનમાંથી સમસ્યાઓનાં સમાધાનને શોધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.