Not Set/ વાઇરલ ફીવર અને કોરોનામાં લક્ષણો એક જ સરખા

દિવાળી બાદ કોરોનાના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો ચિંતાજનક બાબત એ છે કે વાઇરલ ફીવર અને કોરોનામાં લક્ષણો એક જ સરખા છે

Top Stories Gujarat Others
sarakri shla વાઇરલ ફીવર અને કોરોનામાં લક્ષણો એક જ સરખા

મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના કેસો દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે જાણે વાયરલનો વાયરો ફૂંકાયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીના પર્વમાં કોરોનાં ઘટતા લોકોમાં ઉજવણીનો બમણો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. તહેવાર પૂર્ણતાના આરે છે. ત્યારે હવે ગુજરાતમાં હાલ કોરોનાનો ખતરો નહીવત્ થયો છે. પરંતુ ડેન્ગ્યુ અને ચીકનગુનીયાનો જાણે રાફડો ફાટ્યો છે. ગઈ દિવાળીએ કોરોનાની બીજી લહેર કાળ બનીને આવી હતી ત્યારે આ દિવાળીમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા નો કહેર જોવા મળ્યો છે.

કોરોનાકાળમાં  ડેન્ગ્યુ વાયરસ નબળો પડયો હતો. હવે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો થયો છે. ત્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનો રાફડો ફાટ્યો છે.  કોરોના હળવો થતા ડેન્ગ્યુને જાણે મોકળુ મેદાન મળ્યું હોય તેમ કેસો સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરની સોલા સિવિલની જો વાત કરીએ તો ત્યાં પણ દરરોજ 1 હજાર આસપાસ ઓપીડી આવી રહી છે.  ગત માસની વાત કરીએ તો સોલા સિવિલમાં 179 ડેન્ગ્યુ તો મેલેરિયાના 23 ચિકન ગુનિયાના 64 કેસ અને વાઇરલ ફીવરના 4535 કેસ નોંધાયાછે. તો ચાલુ માસના છેલ્લા એક જ અઠવાડિયાની વાત કરીએ તો તેમાં ડેન્ગ્યુના 21 મેલેરિયાના 2 ચિકન ગુનિયાના 17 અને વાઇરલ ફિવરના 1042 દર્દીએ તપાસ કરાવી છે.

આ તો હતા ખાલી સોલા સિવિલ હોસ્પિટલના આંકડાઓ. બીજી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ મચ્છરજન્ય રોગોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. સોલા સિવિલ ખાતે નહીં માત્ર અમદાવાદ શહેરના પરંતુ ગ્રામ્યના દેત્રોજ, સાણંદ, બાવળા, બગોદરા સહિતના વિસ્તારમાંથી પણ કેસ આવી રહ્યા છે.  તો ચિંતાજનક બાબત એ છે કે અત્યારે કોરોના કેસ વધી રહ્યા છે. તો વાઇરલ ફીવર અને કોરોનામાં લક્ષણો એક જ સરખા છે

કોરોનાના કેસમાં પણ વધારો

દિવાળી બાદ કોરોનાના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. એક સમયે 10થી 15 કેસ નોંધાતા હતા ત્યારે હવે દરરોજના કોરોનાના કેસમાં ત્રણથી ચાર ગણાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિતના જિલ્લામાં કોરોના ટેસ્ટિંગના ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. વિવિધ વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ  ઝોનમાં મુકવામાં આવ્યા છે. ત્યારે ડોક્ટરો તથા રાજ્ય સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.

તકેદારી રાખવાની જરૂર

ડોક્ટરો સલાહ આપી રહ્યા છે કે જેમ કોરોના વધે તો તકેદારી રાખીએ એજ રીતે વાઇરલ ફિવરથી બચવા પણ એજ તકેદારી રાખવાની જરૂર છે.  ચોમાસાની સિઝન પુરી થઈ જતા ડેન્ગ્યુ ચિકન ગુનિયાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પણ વાઇરલ ફીવરના કેસ હજી પણ યથાવત રહેશે.

National / દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 / મનોહર પર્રિકરના પુત્રની BJPમાં બળવો કરવાની ધમકી, કહ્યું- ટિકિટ નહીં મળે તો…

Corona effect / સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું