Not Set/ સોનિયાનો મોદી પર હુમલો, કહ્યું- ભાષણોથી દેશ નથી ભરાતું પેટ, મોદી પર સવાર છે કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મંગળવારે બે વર્ષ બાદ કોઈ રેલીને સંબોધિત કરી છે. આ સમયે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર તીખા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે પીએમ મોદીએ રાજનીતિક ફાયદાઓ માટે ઈતિહાસ સાથે રમત રમી છે પીએમ મોદીએ 2014 ના લોકસભા ચૂટણીમાં જે લોકો સાથે વાદાઓ કાર્ય હતા તે હજુ પણ પુરા […]

Top Stories India Trending Politics
soniagandhicong1 સોનિયાનો મોદી પર હુમલો, કહ્યું- ભાષણોથી દેશ નથી ભરાતું પેટ, મોદી પર સવાર છે કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મંગળવારે બે વર્ષ બાદ કોઈ રેલીને સંબોધિત કરી છે. આ સમયે તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર તીખા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું હતું કે પીએમ મોદીએ રાજનીતિક ફાયદાઓ માટે ઈતિહાસ સાથે રમત રમી છે પીએમ મોદીએ 2014 ના લોકસભા ચૂટણીમાં જે લોકો સાથે વાદાઓ કાર્ય હતા તે હજુ પણ પુરા નથી કર્યા. તેમને જણાવ્યું હતું કે ચાર વર્ષ થઇ ગયા છે પરંતુ ભ્રષ્ટાચાર ચરમ પર છે. તેમને લોકપાલ લાવવાની વાત કરી હતી પરંતુ લોકપાલ ક્યાં છે?

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હું પૂછવા માંગું છું કે મોદીજીનું ભ્રષ્ટાચાર મુક્ત કરવાનું મોડલ ક્યાં છે? આ સિવાય તેમને નામ લીધા વગર અમિત શાહના પુત્ર જાય શાહ પર પણ નિશાનો સાધ્યો હતો. તેમને જણાવ્યું હતું કે શું પીએમ મોદીનું ભ્રષ્ટાચાર રોકવાનું મોડલ તેમના તેનના પુત્રનું મોડલ છે?

સોનિયા ગાંધીએ પોતાના ભાષણના સમયે ઘણાં ઉગ્ર નજર આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે ભાજપનું એક જ કામ છે કે કોંગ્રેસે જે સારા કામ કાર્ય છે તે કામોને ખત્મ કરવા. મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનો જુસ્સો સવાર છે, તેમને કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત ચડી ગયું છે. પરંતુ કોંગ્રેસ મુક્ત ભારતને તો છોડો તેમને પોતાની સામે કોઈ પણણે ટકવા દેવું નથી.

મોદીને એ વાતનું ગર્વ છે કે તેઓ ખુબ સારું ભાષણ આપે છે, હું પણ આ વાતને માનું છે. પરંતુ તેમના ભાષણથી દેશનું પેટ ભરાતું હોય તો તેઓ હજુ પણ વધુ ભાષણ દેવા જોઈએ. પરંતુ માત્ર ભાષણથી પેટ નથી ભરાતું તેના માટે તો દાળ-ભાત જોઈએ. યુવાઓને ભાષણથી રોજગાર નથી મળતું પરંતુ તેના માટે દ્રઢ સંકલ્પ અને મજબુત ઈરાદાઓ જોઈએ.

તેમણે આજની વિશે વાત કરતા જણાવ્યું હતું કે મોંઘવારી આજે ગગન ચુંબી રહી છે. સમાજના બધા તબક્કો આજે મુસીબતો વેઠવી રહ્યા છે, આવું દેશમાં ક્યારેય નથી થયું. પરંતુ આ બધાની ચિંતા છતાં પણ મોંઘવારી રોજ-બરોજ વધતી જાય છે. પેટ્રોલ, ઘરેલું ગેસ, અને અન્ય સામાનોની કિંમત આજે આકાશ પર છે.