કાર્યવાહી/ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાલુ ઓપરેનમાં ફોટો સેશન મામલે મોટી કાર્યવાહી,સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે લીધા આ પગલાં

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન ફોટો સેશન ચાલતું હોવાની વાત બહાર આવતા  હોસ્પિટલની ઓથોરિટીએ સત્વરે મોટી કાર્યવાહી કરી છે

Top Stories Gujarat
3 2 5 જામનગરની જી.જી.હોસ્પિટલમાં ચાલુ ઓપરેનમાં ફોટો સેશન મામલે મોટી કાર્યવાહી,સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે લીધા આ પગલાં
  •  જી.જી.હોસ્પિટલ ઓથોરિટીએ કરી ત્વરિત કાર્યવાહી
  •  સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ૧ સપ્તાહની કમ્પલસરી લીવ પર ઉતાર્યા
  •  ઘટનાની તપાસ માટે રચાઈ કમિટી
  •  કમિટીની ભલામણોના આધારે થશે કાર્યવાહી
  •  તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફને દર્દીની ગોપનિયતા જાળવવા સૂચના

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાલુ ઓપરેશન દરમિયાન ફોટો સેશન ચાલતું હોવાની વાત બહાર આવતા  હોસ્પિટલની ઓથોરિટીએ સત્વરે મોટી કાર્યવાહી કરી છે .ઓથોરિટીએ ડોકટરો સામે મોટી કાર્યવાહી કરી છે. સિનિયર રેસિડેન્ટ ડોકટરોને 1 સપ્તાહ માટે કમ્પલસરી લીવ પર ઉતારી દેવામાં આવ્યા છે.જી.જી.હોસ્પિટલમાં જે ઘટના ઘટી તેની સામે હોસ્પિટલના વહીવટી તંત્રએ કડક નિર્દેશ આપ્યા છે કે કોઇપણ બાબતને હળાશથી લેવામાં નહીં આવે. જવાબદારી સાથે કામની સૂચના આપવામાં આવી છે. આ ઘટના અંગે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ કમિટીના ભલામણના આધારે કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. તમામ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફને દર્દીની ગોપનિયતા જાળવવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ/ગાયકવાડ હવેલીના પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ ટુકાવ્યું જીવન