Not Set/ ઇમરાન ખાન પીએમ મોદીને શપથગ્રહણ સમારોહનું મોકલી શકે છે આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 માં જયારે સત્તામાં આવ્યા હતા, ત્યારે શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફ સહિત પાડોશી દેશોના રાષ્ટ્રપ્રમુખોને પણ બોલાવ્યા હતા. પીએમ મોદીના આ પગલાને અભૂતપૂર્વ ગણવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી ખબર આવી રહી છે કે નવાં પીએમ બનવા જઈ રહેલા ઇમરાન ખાન પણ કંઈક આવી જ રીતે કૂટનીતિક દાવ રમતા મોદી સહીત […]

Top Stories World Politics
pm modi imran khan ઇમરાન ખાન પીએમ મોદીને શપથગ્રહણ સમારોહનું મોકલી શકે છે આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014 માં જયારે સત્તામાં આવ્યા હતા, ત્યારે શપથવિધિ સમારોહમાં પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફ સહિત પાડોશી દેશોના રાષ્ટ્રપ્રમુખોને પણ બોલાવ્યા હતા. પીએમ મોદીના આ પગલાને અભૂતપૂર્વ ગણવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી ખબર આવી રહી છે કે નવાં પીએમ બનવા જઈ રહેલા ઇમરાન ખાન પણ કંઈક આવી જ રીતે કૂટનીતિક દાવ રમતા મોદી સહીત બાજુના પાડોશી દેશોના નેતાઓને શપથવિધિમાં બોલાવી શકે છે.

પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફના સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે પાર્ટી આગલા મહીને થનારા શપથગ્રહણ સામારોહમા પીએમ મોદીને બોલાવવા પર વિચાર કરી રહી છે. 65 વર્ષીય ઈમરાનના નેતૃત્વમાં પીટીઆઈ પાકિસ્તાનમાં સૌથી મોટા દળના રૂપમાં ઉભર્યું છે. 25 જુલાઈએ થયેલી નેશનલ અસેમ્બલીની ચુંટણીમાં પીટીઆઈને કુલ 115 સીટો મળી છે. ઇમરાન 11 ઓગસ્ટે શપથગ્રહણ કરશે.

પીટીઆઈ પ્રવક્તા ફવાદ ચૌધરીએ કહ્યું કે પીટીઆઈ કોર કમિટી પીએમ મોદી સહીત સાર્ક નેતાઓને બોલાવવા પર વિચાર કરી રહી છે. એમણે કહ્યું કે પીએમ મોદીએ ઇમરાન ખાનની જીત પર ફોન કર્યો એ સારી બાબત છે. આનું સ્વાગત કરવું જોઈએ. એમણે કહ્યું કે પીએમ મોદીને બોલાવવા બાબતે વિદેશ મંત્રાલય અને પાર્ટી સાથે વિચાર વિમર્શ કર્રીને ફેંસલો કરવામાં આવશે.

મહત્વનું છે કે પીએમ મોદીએ સોમવારે ઇમરાન ખાનને ફોન કરીને જીત બદલ અભિનંદન આપ્યા હતા.