અમદાવાદના ગુંદી ગામ નજીક આંગણિયા પેઢીના માણસો સાથે બંદૂકની અણીએ હીરા સહિત 2,75,00,000ના મુદ્દામાલની લૂંટ થઈ હતી. અમદાવાદ ગ્રામ્ય, આણંદ જિલ્લા પોલિસે અને સુરત પોલીસે સંયુક્ત ઓપરેશન કરી 15 આરોપીને પકડી પાડી લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કોર્ટના આદેશ બાદ આ મુદ્દામાલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આંગણીયા પેઢીઓને પરત કરવામાં આવ્યો.
તારીખ 19/10/2022ના રોજ અક્ષર આંગડીયા પેઢી તથા ગુજરાત આંગડીયા પેઢીના માણસો અમરેલીથી સુરત જતી રામદેવ ટ્રાવેલ્સમાં બેસી સુરત જતા હતા. તે દરમ્યાન અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકના કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી ગામ બસ સ્ટેન્ડ પાસે પ્રિ-પ્લાન મુજબ અગાઉથી બસમાં બેસેલ અગીયારેક માણસોએ બસ રોકાવી ફરીયાદી તથા આંગણિયા પેઢીના માણસો પાસે રહેલ કિંમતી હીરા તથા રોકડ રકમ મળી કુલ 2,75,00,000ના મુદ્દામાલ ભરેલ 4 થેલાઓ દેશી તમંચા બતાવી લૂંટ કરી તમામ ઈસમો ફોર વ્હીલ વાહનોમાં બેસી ત્યાંથી નાસી ગયા હતા.
આ બનાવ બાબતે ફરિયાદી દ્રારા અમદાવાદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ તથા આણંદ જીલ્લા પોલીસ દ્રારા લૂંટારુઓનો પીછો કરી નાકાબંદી ગોઠવી સયુક્ત ઓપરેશનથી મહેળાવ–સુણાવ રોડ આણંદ ખાતેથી 299 ડાયમન્ડના પાર્સલ સાથે 9 આરોપીઓને દેશી બનાવટના ત્રણ કટ્ટા, 8 જીવતા કારટીઝ, 3 ચપ્પુ હથિયારો સાથે પકડી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલ અન્ય 5 આરોપીઓ મળી કુલ 14 આરોપીઓ પકડયા હતા. આ ઘટનામાં બે આરોપી સુરતથી પણ પકડાયા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી. ત્યારબાદ નામદાર કોર્ટ દ્રારા આંગડીયા પેઢી તથા વેપારીઓનો મુદામાલ પરત સોંપવા હુકમ કરવામાં આવ્યો હતો. તેથી આ મુદામાલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સોંપવા સુરત ડાયમંડ એસોશીએશન તથા સુરત આંગડીયા એસોશીએશન દ્વારા મહેશ્વરી ભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્યના SP, સુરત પોલીસ કમિશનર અને રાજ્ય ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને લૂંટમાં રિકવર થયેલો મુદ્દામાલ વેપારી અને આંગણિયા પેઢીઓને પરત કરાયો છે.
આ પણ વાંચો:ભાજપના MLA કુમાર કાનાણીએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ, કયારે સુરતની સુરત સુધરશે…?
આ પણ વાંચો:પાલિકાની દબાણ હટાવોની ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિનો આરોપ
આ પણ વાંચો:અરવલ્લીમાં ઠંડીમાં ઠુઠવાઈ જવાથી ખેડૂતનું મોત