Banaskantha News/ ખાખીની દુનિયા જાણવા પોલીસ સ્ટેશન પહોંચ્યા નાનાં ભૂલકા

પોલીસ સ્ટેશન (Police Station)ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની દૈનિક કામગીરી, વિવિધ ફરજો તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી

Gujarat Others
હિંમતનગર (Himmatnagar)માં આજે પોલીસ સ્ટેશન (Police Station)નું દૃશ્ય કંઈક અલગ જોવા મળ્યું હતું

Sabarkantha News : હિંમતનગર (Himmatnagar)માં આજે પોલીસ સ્ટેશન (Police Station)નું દૃશ્ય કંઈક અલગ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે જ્યાં લોકો ફરિયાદ કે અન્ય પોલીસ કામગીરી માટે પહોંચે છે, ત્યાં આજે નાનાં ભૂલકાં પોતાની જિજ્ઞાસા લઈને પહોંચ્યાં હતાં. Kid G Primary Schoolના વિદ્યાર્થીઓએ હિંમતનગરના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત (Kids Visit)લીધી હતી.

બાળકોને પોલીસની કામગીરીની માહિતી

પોલીસ સ્ટેશન (Police Station)ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પોલીસની દૈનિક કામગીરી, વિવિધ ફરજો તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની ભૂમિકા વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. બાળકોને પોલીસ કેવી રીતે લોકોની મદદ કરે છે અને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરે છે તે સમજાવવામાં આવ્યું હતું.

PI કે. વાય. વ્યાસે બાળકો સાથે કર્યો સંવાદ

મુલાકાત દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર (Police Inspector) કે. વાય. વ્યાસે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી અંગે સમજ આપી હતી. પોલીસની ફરજ માત્ર ગુનાઓની તપાસ પૂરતી નથી, પરંતુ સમાજમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં પણ પોલીસની મહત્વની ભૂમિકા છે, તે અંગે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનને નજીકથી નિહાળ્યું

વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરી (Police Activities)ને નજીકથી નિહાળી હતી. બાળકોમાં પોલીસની કામગીરી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. તેમણે પોલીસકર્મીઓની ફરજો અને પોલીસ વિભાગ કેવી રીતે કામ કરે છે તે અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી.

બાળકો અને પોલીસ વચ્ચે વિશ્વાસનો સંદેશ

આ મુલાકાત માત્ર શૈક્ષણિક પ્રવાસ પૂરતી સીમિત રહી નહોતી. બાળકો અને પોલીસ વચ્ચે સંવાદ વધે અને નાનપણથી જ પોલીસ પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય તે દિશામાં પણ આ મુલાકાત મહત્વપૂર્ણ બની હતી. ખાખીની દુનિયાને નજીકથી જાણવાનો આ અનુભવ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો.

આવા કાર્યક્રમો દ્વારા બાળકોને પોલીસની કામગીરી (Police Activities)ને માત્ર દૂરથી જોવાને બદલે તેને સમજવાની તક મળે છે. સાથે જ પોલીસ અને સમાજ વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનવામાં પણ મદદ મળે છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ કામગીરીને બિરદાવી, ટ્વિટ દ્વારા PSI કે.કે.જાડેજાની કામગીરીની કરી પ્રશંસા, લોધિકામાં વૃદ્ધાનું રેસ્કયુ કરનાર પોલીસને બિરદાવ્યા, લોધિકા PSI કે.કે.જાડેજાની

આ પણ વાંચો :  ભિલોડા પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર, 27 વર્ષીય બુટલેગર પોલીસ સકંજામાંથી ફરાર, અંધારામાં અન્ય કારમાં બેસી બુટલેગર ફરાર, દારૂના બે ગુનામાં ફરાર આરોપી ગઈકાલે

આ પણ વાંચો : પોલીસની સરાહનીય કામગીરી: 28 દિવસમાં પોલીસે 42 ગુમ બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું