Gujarat News/ ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી: 28 દિવસમાં પોલીસે 42 ગુમ બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

Operation Shurkshit Cyber Space હેઠળ ગુજરાત પોલીસે 28 દિવસમાં 42 ગુમ બાળકોને Cyber Toolsની મદદથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું. ટેકનોલોજી આધારિત પોલીસિંગનું આ સફળ ઉદાહરણ બન્યું.

Gujarat Gandhinagar Breaking News

Gujarat News: ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ગુજરાત પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજ્યવ્યાપી ‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ (Operation Shurkshit Cyber Space)’ અંતર્ગત માત્ર 1 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન પોલીસે 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સાયબર ટૂલ્સ, CCTV એનાલિટિક્સ અને ડિજિટલ સર્વેલન્સના અસરકારક ઉપયોગથી આ સફળતા મળી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સાયબર સુરક્ષા મજબૂત બનાવવાનો તેમજ મહિલાઓ અને બાળકો માટે વધુ સુરક્ષિત ડિજિટલ ઇકોસિસ્ટમ ઊભું કરવાનો છે.

Operation Shurkshit Cyber Space હેઠળ 42 ગુમ બાળકોને શોધી કાઢવામાં સફળતા

Operation Surakshit Cyber ​​Space
Police operations under ‘Operation Surakshit Cyber ​​Space’

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલા ‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ (Operation Shurkshit Cyber Space)’ દરમિયાન ગુજરાત પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 28 દિવસમાં 42 ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અભિયાનમાં સાયબર ક્રાઈમ સામે કડક કાર્યવાહી, મહિલાઓ અને બાળકોની સુરક્ષા તેમજ સાયબર તપાસને વધુ અસરકારક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસે સાયબર ટૂલ્સ, સીસીટીવી એનાલિટિક્સ, ડિજિટલ સર્વેલન્સ અને અન્ય ટેકનોલોજીકલ સાધનોની મદદથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ગુમ થયેલા બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢીને તેમના પરિવારને સોંપ્યા હતા.

Cyber Tools અને Vishwas Phase-2થી કલાકોમાં બાળકી મળી આવી

આ અભિયાનનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ આણંદ જિલ્લાના ખંભાતનું છે. ધોરણ-7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઘરેથી શાળાએ જવા નીકળી હતી, પરંતુ શાળાએ પહોંચી નહોતી. શાળાના શિક્ષકે વાલીઓને જાણ કરતાં પરિવારજનોએ તરત જ ખંભાત સિટી પોલીસનો સંપર્ક કર્યો.

પોલીસે વિશ્વાસ ફેઝ-2 (Vishwas Phase-2) CCTV નેટવર્કના ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને ડિજિટલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં બાળકી સુધી પહોંચી ગઈ. બાળકીને તેની સાયકલ સાથે સુરક્ષિત રીતે શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. આ ઘટનાએ સાબિત કર્યું કે આધુનિક ટેકનોલોજી બાળ સુરક્ષા માટે કેટલું અસરકારક સાધન બની શકે છે.

Cyber Safety Campaign અંતર્ગત જાગૃતિ અને કડક કાર્યવાહી

સીઆઈડી ક્રાઈમ (વુમન સેલ)ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું કે રાજ્યવ્યાપી અભિયાનનો હેતુ માત્ર ગુમ બાળકોને શોધવાનો નહોતો, પરંતુ સાયબર જાગૃતિ વધારવી, સાયબર ગુનાઓને રોકવા માટે નિવારક પગલાં મજબૂત બનાવવા અને સાયબર અપરાધી (Cybercriminal)ઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ હતો.

આ અભિયાન દરમિયાન નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી, ડિજિટલ સુરક્ષા, સાયબર હાઈજીન અને જવાબદાર ઇન્ટરનેટ ઉપયોગ અંગે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો, સેમિનાર, આઉટરીચ સેશન અને સોશિયલ મીડિયા કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આધુનિક ટેકનોલોજીથી ગુજરાત પોલીસ સજ્જ

આ સમગ્ર અભિયાન સીઆઈડી ક્રાઈમ અને રેલવેના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના પોલીસ સ્ટેશનોના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું હતું. ચાર તબક્કામાં હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ટેકનોલોજી આધારિત તપાસને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

ગુજરાત પોલીસનું માનવું છે કે આધુનિક ટેકનોલોજી, CCTV નેટવર્ક અને સાયબર ટૂલ્સનો વ્યાપક ઉપયોગ ભવિષ્યમાં ગુમ વ્યક્તિઓને ઝડપથી શોધવા, સાયબર ગુનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા વધારવામાં વધુ અસરકારક સાબિત થશે. આ પહેલ રાજ્યમાં સ્માર્ટ પોલિસિંગ અને ટેકનોલોજી આધારિત કાયદો-વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.


આ પણ વાંચો:સાયબર ફ્રોડ કરનારી ટોળકીને ઝડપનાર સાયબર પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી

આ પણ વાંચો:ગાંધીનગરમાં ફાર્મ હાઉસમાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ: પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

આ પણ વાંચો:ગુજરાત પોલીસમાં 449 નવા PSIની નિમણૂક CMના હસ્તે નિમણૂકપત્રોનું વિતરણ