હાર્દિકને હાશકારો/ હાર્દિક પટેલનો ચૂંટણી લડવા માટેનો રસ્તો સાફ, સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર લગાવી રોક

પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે.

Top Stories Gujarat Others
Hardik

પાટીદાર આંદોલન હિંસા કેસમાં હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હિંસા કેસમાં હાર્દિક પટેલને દોષિત ઠેરવવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. પટેલે ચૂંટણી લડવા માટે દોષિત ઠેરવવા પર સ્ટે માંગ્યો હતો. હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે અરજી દાખલ કરી સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી જેથી તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે.હાર્દિક પટેલના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેને ચૂંટણી લડતા અટકાવવો એ અધિકારોનું ઉલ્લંઘન છે. પટેલે 2019માં એકવાર ચૂંટણી લડવાની તક ગુમાવી છે.

હાર્દિક પટેલના વકીલે કહ્યું કે તે ગંભીર હત્યારો નથી, પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે.આપને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.

હાર્દિકના વકીલની દલીલ
હાર્દિકના વકીલે અરજીમાં ઉલ્લેખ કરતા નવજોત સિંહ સિદ્ધુનાં ઉદાહરણને ટાંક્યું હતું, અને કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુનાં કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠરાવની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ જોવું જોઈએ કે વ્યક્તિ પર તેની શું અસર પડશે અને જો તેને યથાવત રાખવામાં આવે તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે. આ જ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે આવા કેસોમાં હાજર પુરાવાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે. તેના કેસમાં કોઈ સીધો પુરાવો નથી અને આખો કેસ અફવા પર આધારિત છે. પિટિશનમાં દોષિત ઠરાવીને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી છે.

વાસ્તવમાં 29 માર્ચ 2019ના રોજ હાર્દિક પટેલને 2015ના તોફાનના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો. હાઈકોર્ટે મહેસાણામાં 2015ના તોફનના કેસમાં હાર્દિક પટેલની સજાને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વર્ષ 2018માં નીચલી અદાલતે પાટીદાર નેતા હાર્દિક પટેલને તોફાનો ભડકાવવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

આપને જણાવી દઈએ કે, ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો:દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે કરી બેઠક, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો:વિમાન દુર્ઘટનામાં પોલેન્ડના રાષ્ટ્રપતિના મોત મામલે 12 વર્ષ બાદ રશિયા પર શંકાની સોય