Not Set/ પ્રેમીએ પરણિત પ્રેમિકાને તેના જ દીકરાની નજર સામે ઉતારી મોતને ઘાટ, જાણો સમગ્ર વિગત

પરિણીત હોવા છતાં રૂબીના અને સંદીપ બે વર્ષથી પ્રેમમાં હતા. રૂબીનાનો દીકરો સાત વર્ષનો થઈ ગયો હતો, તેથી તેણે અફેર અહીં જ રોકવા કહ્યું. જેના કારણે તેનો પ્રેમી ગુસ્સે થઈ ગયો હતો.

India Trending
પ્રેમીએ

મધ્યપ્રદેશના બેતુલમાં એક પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાની તેના પુત્રની સામે જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. મામલો સારનીનો છે. સોમવારે બપોરે જ્યારે મહિલાએ તેના પ્રેમી સાથેના પ્રેમ સંબંધનો અંત લાવવાની વાત કરી તો તે ગુસ્સે થઈ ગયો. તેનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. તેણે એક પછી એક 16 છરીના ઘા ઝીંકી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે માતા પર હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેનો સાત વર્ષનો પુત્ર પણ ત્યાં હાજર હતો, તેણે કોઈક રીતે પોતાની જાતને કબાટમાં બંધ કરી દીધી હતી. આ હત્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં પોતાને પોલીસને હવાલે કરી દીધો હતો.

શું છે સમગ્ર મામલો

પરિણીત હોવા છતાં રૂબીના અને સંદીપ બે વર્ષથી પ્રેમમાં હતા. રૂબીનાનો દીકરો સાત વર્ષનો થઈ ગયો હતો, તેથી તેણે અફેર અહીં જ રોકવા કહ્યું. જેના કારણે તેનો પ્રેમી ગુસ્સે થઈ ગયો હતો. મૃતકના પતિ આસિફ અલીએ જણાવ્યું કે સંદીપ છેલ્લા બે વર્ષથી તેની પત્નીને હેરાન કરતો હતો. તેણે રૂબીના પર પણ હુમલો કર્યો તેને છ મહિના થયા હશે. ત્યારબાદ તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તે સમયે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી પરંતુ પોલીસે કાર્યવાહી કરી ન હતી.

આ પછી રૂબીના અને તેનો પરિવાર તે વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો. સંદીપ પણ અહીં પહોંચ્યો હતો અને તેણે તેની હત્યા કરી હતી. જ્યારે સંદીપ તેના પર છરી વડે હુમલો કરી રહ્યો હતો ત્યારે દીકરો આ બધું જોઈને ખૂબ જ ડરી ગયો હતો. તેણે પોતાની જાતને કબાટમાં બંધ કરી દીધી. રૂબીનાની ઉંમર 26 વર્ષ હોવાનું કહેવાય છે. ત્યારે આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

પોલીસ કરી રહી છે કાર્યવાહી

તે જ સમયે, પુત્રના નિવેદન અનુસાર, પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હત્યારાએ પણ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે રૂબીના પર હુમલો થયો ત્યારે તેની હાલત નાજુક હતી પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થઈ ગયું હતું. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશની MLC ચૂંટણીમાં ભાજપે 18 બેઠકો જીતીને વિજ્યનો દબદબો યથાવત રાખ્યો

આ પણ વાંચો :અખિલેશ યાદવે યોગી સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું, ગુનાખોરીની ચાલી રહી છે બુલેટ ટ્રેન

આ પણ વાંચો :દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના અધિકારીઓ સાથે કરી બેઠક, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો :ભારતમાં નવા COVID-19 કેસોમાં 7.5% ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 796 કેસ