Not Set/ PoK અમારૂ જ છે, અમારો આંતરિક મામલો UNમાં લઇ જવાનો પાક ને કોઈ અધિકાર નથી : વિદેશ મંત્રાલય

જમ્મુ-કાશ્મીર મુદ્દે, પાકિસ્તાનની નારાજગી પર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાડોશી દેશ નારાજ છે,  કારણ કે – હવે તેને આતંકવાદ ફેલાવવામાં મદદ નહિ મળે. કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં જવાની પાકિસ્તાનની ધમકી અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે પીઓકે પણ અમારું જ છે. અને અમારા આંતરિક મામલાને યુએનમાં લઇ જવાનો પાકિસ્તાન પાસે કોઈ આધાર નથી. વિદેશ મંત્રાલયના […]

Top Stories
Raveeshkumar mea PoK અમારૂ જ છે, અમારો આંતરિક મામલો UNમાં લઇ જવાનો પાક ને કોઈ અધિકાર નથી : વિદેશ મંત્રાલય

જમ્મુ-કાશ્મીર મુદ્દે, પાકિસ્તાનની નારાજગી પર વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પાડોશી દેશ નારાજ છે,  કારણ કે – હવે તેને આતંકવાદ ફેલાવવામાં મદદ નહિ મળે. કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં જવાની પાકિસ્તાનની ધમકી અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે પીઓકે પણ અમારું જ છે. અને અમારા આંતરિક મામલાને યુએનમાં લઇ જવાનો પાકિસ્તાન પાસે કોઈ આધાર નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે શુક્રવારે પોતાની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કેઆ સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન ભયનું વાતાવરણ ફેલાવવા માગે છે. કુમારે કહ્યું કે, પાકિસ્તાન નારાજ છે, કારણ કે- જો જમ્મુ-કાશ્મીરનો વિકાસ થાય તો, તે ત્યાંના લોકોને ગેરમાર્ગે દોરી શકશે નહીં.

raveesh imran PoK અમારૂ જ છે, અમારો આંતરિક મામલો UNમાં લઇ જવાનો પાક ને કોઈ અધિકાર નથી : વિદેશ મંત્રાલય

પાકિસ્તાને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવા સલાહ આપતા કુમારે કહ્યું કેભારતના સાર્વભૌમત્વ સાથે બિનજરૂરી વિષયોને પાકિસ્તાન જોડી રહ્યું છે. અમે આ સંદર્ભમાં ઘણી વિદેશી સરકારો અને સંસ્થાઓને જણાવ્યું છે અને તેમને અમારી સ્થિતિ વિશે જાગૃત કર્યા છે. અમે કાશ્મીરમાં શું કર્યું છે. તે જણાવ્યું છે. અને તે અમારો આંતરિક મામલો છે. અમે આ વિશે જરૂરી હોય તે બધા દેશો અને સંગઠનોને જાણ કરી છે. પાકિસ્તાને વાસ્તવિકતાને સ્વીકારી લેવી જોઈએ અને અન્ય દેશોની બાબતોમાં દખલ ન કરવી જોઈએ

પાકિસ્તાનની, કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં જવાની ધમકી અંગે રવિશ કુમારે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં આપણો આંતરિક મામલો ઉઠાવવાનો તેમને કોઈ અધિકાર નથી. પીઓકે પણ અમારો જ એક ભાગ છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન યુએનમાં જાય છેતો શું ભારત ત્યાંના લોકો પર પીઓકે અને અત્યાચારનો મુદ્દો ઉઠાવશેકુમારે કહ્યું કે આ વ્યૂહરચના જાહેરમાં શેર કરી  શકાતી નથી.

જોકે, UNSC દ્વારા પાકિસ્તાને કાશ્મીર બાબતે લખેલા પત્ર પર વાત કરવાની પ્રેસીડન્ટ જોના દ્વારા મનાય કરી દેવામા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન